VIDEO: એરપોર્ટ પર વૃદ્ધ પતિએ પત્નીને આપ્યું ચોકલેટ ડેનું સરપ્રાઈઝ

PC: pinterest.com

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યો છે. આજે દુનિયાભરમાં ચોકલેટ ડે ઉજવવામાં આવી રહ્યો છે. રોઝ ડે, પ્રપોઝ ડે પછી ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. આજે કપલ્સ એકબીજાને ચોકલેટ ગીફ્ટ કરે છે. અને ચોકલેટને જોઈને કોઈનો પણ સારો થ ઈ જતો હોય છે.

સોશિયલ મીડિયા પર પણ ચોલેકટ ડેને ઘણી સારી રીતે મનાવવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો જોવા મળી રહ્યો છે. જેમાં એક વૃદ્ધ એરપોર્ટ પર તેની પત્નીની રાહ જોઈ રહ્યો છે. તે પણ એખ સુંદર ફુલો અને ચોકલેટની સાથે. લોકો આ વિડીયોને ઘણો પસંદ કરી રહ્યા છે. કહેવાય છે કે પ્રેમ કરવા માટેની કોઈ ઉંમર હોતી નથી અને આ વીડિયો પણ તમને તે જ નજરે આવશે કે પ્રેમ જતાવવા માટેની પણ કોઈ ઉંમર હોતી નથી.

વીડિયોમાં વૃદ્ધ કોઈ યુવાન છોકરો તેની પ્રેમિકા માટે ફુલ અને ચોકલેટ લઈને જે ઉત્સુકતાથી તેની રાહ જોઈ રહ્યો હોય તેવું જ કંઈક અહીં પણ જોવા મળશે. પોતાના પતિને એરપોર્ટ પર ફુલ ને ચોકલેટથી તેનું સ્વાગત કરતા જોઈ તે પણ હેરાન રહી જાય છે. તો તમે પણ તમારા પાર્ટનરને આવી જ કોઈ સરપ્રાઈઝ આપી આજના ચોકલેટ ડેને સ્પેશિયલ બનાવી શકો છો.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp