યુવતી તેના બોયફ્રેન્ડ અને લેસ્બિયન મિત્ર સાથે લગ્ન કરશે, જાણો કહાની

PC: Dainikbhaskar.com

ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતી તેના બે મિત્રોની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આમાં મહત્વની વાત છે કે, આ બંને મિત્રોમાં એક તેનો બોયફ્રેન્ડ છે અને એક તેની લેસ્બિયન મિત્ર છે. એટલે એક યુવતી યુવક અને અન્ય યુવતી સાથે લગ્ન કરશે. જોકે આ ઘટના અમેરિકાની છે. મહત્વની વાત છે કે આ ત્રણેય એકબીજા સાથે ડેટ પણ કરી રહ્યા છે. જે યુવતી યુવક અને લેસ્બિયન મિત્ર સાથે લગ્ન કરવાની છે તેનું નામ એંજેલ બેલી છે. અને તેના બોયફ્રેન્ડનું નામ ટાયલર હેઝ છે. મહત્વની વાત તો એ છે કે એંજેલ નામની યુવતી દ્વારા જ પોતાની આ કહાની શેર કરવામાં આવે છે અને હવે આ યુવતી પોતાના બોયફ્રેન્ડ અને લેસ્બિયન મિત્રની સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરશે. 

એંજેલે આ બાબતે પોતાની સ્ટોરી શેર કરતા જણાવ્યું હતું કે, તેનો બોયફ્રેન્ડ સાથે 2018માં સંપર્ક થયો હતો અને સંપર્ક સોશિયલ મીડિયા એપ્લિકેશન ટીંડરના માધ્યમથી થયો હતો. આ ઉપરાંત તે સમયે તે પોતાની એક કોલેજની મિત્ર સાથે રિલેશનશિપમાં હતી અને તે જ સમયે તેના યુવક સાથે પ્રેમ થયો હતો એટલે કે એક યુવક અને યુવતી સાથે એંજેલને પ્રેમ થયો હતો. મહત્વની વાત છે કે એંજેલના બોયફ્રેન્ડને પણ એ વાત મંજુર હતી તે એંજેલ ભલે તેની લેસ્બિયન મિત્ર સાથે રહે.

ત્યારબાદ ત્રણેય એટલે કે એંજેલ તેનો બોયફ્રેન્ડ અને લેસ્બિયન મિત્ર રિલેશનમાં રહેતા હતા. એંજેલે એવું કહ્યું હતું કે, તેની લાગણી ટાયલર અને સેમ બંને માટે એક સમાન છે. મેં 2022માં એંજેલ અને ટાયલર લગ્ન બંધનથી જોડાઈ રહ્યા છે.

ત્યારબાર ટૂંક સમયમાં એંજેલ સેમની સાથે પણ લગ્ન કરશે. એંજેલનું કહેવુ છે કે, અમે ત્રણેય લોકો એકબીજાથી ખુશ છીએ પહેલા અમે એકબીજા સાથે દિલ ખોલીને વાત કરવાથી ડરતા હતા પરંતુ હવે અમે પિતા બીજા સાથે ખુલીને વાત કરીએ છીએ કારણ કે, અમારો સંબંધ મજબૂત થઈ ગયો છે અને હું બંને વિશે વિચારું છું અને અમે ત્રણેય સાથે ડેટ પર પણ જઈએ છીએ.

ઉલ્લેખનિય છે કે, એંજેલની ઉંમર 26 વર્ષની છે અને તે ટીન્ડર નામની એપ્લિકેશનના માધ્યમથી 29 વર્ષના ટાયલરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તે એપ્રિલ 2021માં 23 વર્ષની સેમના સંપર્કમાં આવી હતી. પણ માહિતી મળી રહી છે કે ત્રણેય એપ્રિલ મહિનામાં બે બેડરૂમના ઘરમાં જવાનો નિર્ણય કર્યો હતો. એંજેલે કહ્યું હતું કે, તે અને સેમ સોમવારથી શુક્રવાર એક જ રૂમમાં સુવે છે અને ટાયલર જ્યારે કામ પર હોય છે ત્યારે તે બીજા રૂમમાં સુવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp