બે છોકરીઓએ વસાવ્યું ઘર છતા સમલૈંગિક કપલ કરતા અલગ છે તેમની કહાની

બે છોકરીઓ એક-બીજાની લાઈફ પાર્ટનર છે. બંને એક-બીજાને સોલમેટ માને છે, બંને સાથે રહે છે અને બંનેએ નિર્ણય લીધો છે કે પૂરી જિંદગી તેઓ સાથે જ રહેશે. બંને જુદા-જુદા બેડ પર ઉંઘે છે અને તેમની વચ્ચે કોઈ પણ સેકસુઅલ સંબંધ નથી, બંને એક-બીજાને ક્યારેક-ક્યારેક ગળે લગાવે છે. એટલે કે, કોઈ સમલૈંગિક કપલની કહાની નથી.
અમેરિકાના લોસ એન્જિલીસમાં રહેતી આ બંને છોકરીઓ ફ્રેન્ડસ છે, પણ આ બંનેની વચ્ચેનો સંબંધ સામાન્ય ફ્રેન્ડશીપ કરતા અલગ છે, બેસ્ટ ફ્રેન્ડ કરતા પણ થોડો અલગ. 24 વર્ષીય અપ્રેલ લી અને રેની વોંગ, જેવી રીતના રિલેશનશિપમાં છે તેમને પ્લૈટોનિક પાર્ટનરશિપ ટર્મથી પણ સંબોધિત કરવામાં આવે છે.
છેલ્લા વર્ષે લી અને વોંગએ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. બંને છોકરીઓએ એ પણ નક્કી કર્યું કે, બંને અન્ય લોકો સાથે ડેટ પર પણ જશે. Refinery29 માટે લેખ લખતી લી કહે છે કે, અમે તે વિચારને રોમાન્ટિક બનાવ્યું છે, જેમાં એક જ વ્યક્તિ અમારું બધું હોઈ શકે છે- રૂમમેટ, ફાઈનેંશિયલ અને ઈમોશનલ સપોર્ટ, કો-પેરેન્ટિંગ પાર્ટનર, બેસ્ટ ફ્રેન્ડ અને આજીવન અમને ‘પ્રેમ’ કરનાર પણ. આ એવું છે કે અમને વાસ્તવિક નથી લાગતું.
આવી રીતે વધ્યો બંનેનો સંબંધ
અપ્રેલ લી અને રેની વોંગ પહેલા બેસ્ટ ફ્રેન્ડસ હતી, બંને એક-બીજાને આગળ વધવામાં મદદ કરતી હતી, ત્યારે જ લીએ એક દિવસે ‘પ્લૈટોનિક ફીમેલ ફેન્ડસ’ના વિશે વાંચ્યું, જેમણે ઈ.સ.1800ના દશકમાં કોઈ રોમાન્ટિક રસ વગર એક-બીજા સાથે લગ્ન કરી લીધા હતા. આ વિચાર રેની અને લી, બંનેને પસંદ આવ્યો હતો. લી કહે છે કે, અમારી પોતાની પર્સનલ ઇચ્છાઓ અને અન્ય મહત્વકાંક્ષાઓ હતી અને રોમાન્ટિક પાર્ટનરના વિશે વિચાર કરતા એવું લાગે છે કે અમને પોતાના સપનાઓને લઈને ક્મ્પ્રોમાઈઝ કરવો પડશે.
લી અને વોંગ અનેક વર્ષોથી એક-બીજાની ફ્રેન્ડ હતી અને લોકડાઉનના દરમિયાન બંને ફેસટાઈમ પર અનેક વાતો કરતી હતી, ત્યારે વોંગ સિંગાપુરમાં રહેતી હતી, આ દરમિયાન ગત વર્ષે બંનેએ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. લી કહે છે કે, વોંગની સાથે જિંદગી જીવવામાં એક રાહત છે, અમારી ઉપર એક-બીજાને રોમાન્ટિક રૂપે સંતુષ્ટ કરવાનો ભાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp