રોમાન્સ કરવા ગર્લફ્રેન્ડે યુવકને બેડમાં બાંધ્યો, પછી થયું એવું કે હોસ્પિટલ...

PC: pinterest.com/

એક કપલને તે દરમિયાન હોસ્પિટલ લાવવું પડ્યું જ્યારે તેઓ એકબીજા સાથે રોમાન્સ કરી રહ્યા હતા. જોકે બંનેને આભાસ ન હતો કે તેઓ રોમાન્સ વધારવા માટે જે ઉપાય અજમાવી રહ્યા છે તે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. આ તે સમયે થયું જ્યારે ગર્લફ્રેન્ડે યુવકને બેડરૂમમાં ટેપથી બાંધી દીધો હતો. અસલમાં ધ સન ડોટ યુકેના રિપોર્ટ પ્રમાણે, એક કપલ જ્યારે બેડરૂમમાં રોમાન્સ કરી રહ્યું હતું ત્યારે યુવતીને કંઈક અલગ કરવાનું મન થયું હતું. કપલે પોતે ખુલાસો કર્યો કે જેવો જ યુવકને ટેપથી બેડરૂમમાં બાંધ્યો, તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને છેલ્લે તેને હોસ્પિટલમાં પહોંચાડવો પડે તેવી હાલત થઈ ગઈ હતી.

રિપોર્ટ પ્રમાણે, બ્રિટન સ્થિત ટીએલસીના એક ટોક શોમાં વાત કરતા નિક અને સ્ટેફનીએ આ આખી ઘટના અંગે સૌને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે રોમાન્સ શરૂ કરી રહ્યા હતા તે સમયે જ સ્ટેફનીએ નિકને બેડ પર ટેપથી બાંધી દીધો હતો. આ દરમિયાન બાંધવાને કારણે અચાનક નિકની માંશપેશીઓને નુકસાન પહોંચ્યું અને ખેંચાવ શરૂ થઈ ગયો હતો. આ પહેલા સ્ટેફની કંઈક સમજે તેને પણ ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી.

સ્ટેફનીએ કહ્યું કે થોડું વધારે મોડું થતે તો નિકને વધારે નુકસાન થઈ શકતે. જોકે થોડી વાર પછી સ્ટેફની કાતર લઈને આવી અને તેનેનિકના બાંધેલા હાથ ખોલી નાખ્યા હતા. બંને જણા જેમ તેમ હોસ્પિટલ પહોંચ્યા હતા. નિકે કહ્યું કે તે સ્ટેફનીને પ્રેમ કરે છે અને તે મને પણ ઘણો પ્રેમ કરે છે. જ્યારે બંનેને રોમાન્સનું મન થયું તો એકબીજાને કિસ કરી. તેના પછી સ્ટેફનીએ નિકને બેડ પર ટેપથી બાંધી દીધો પરંતુ તેને ખબર ન હતી કે આ આટલું નુકસાનકારક સાબિત થશે. હાલમાં બંનેની સ્થિતિ સ્થિર છે. નિકને થોડા સમય માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય આ જ શોમાં થોડા સમય પહેલા એક કપલે પોતાનો આવો અજીબો ગરીબ કિસ્સો શેર કર્યો હતો, જેમાં તેઓ સ્કાઈ ડાઈવિંગ કરતી વખતે જ સંબંધ બનાવવા લાગ્યા હતા અને તેમની સાથે પછી જે થયું તે ખરેખર દયનીય હતું. તે બંનેનું પેરાશૂટ પણ ઓપન થયું ન હતું અને નીચે પહોંતામી સાથે જ તેમને ઈજા પણ પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp