26th January selfie contest

એક્સપર્ટે કહ્યું- કયા લોકોની સેક્સ લાઈફ હોય છે સૌથી સારી

PC: health.harvard.edu

કોરોના વાયરસની મહામારીના તણાવની અસર લોકો પર ન માત્ર શારીરિક પરંતુ માનસિક રીતે પણ થઈ રહેલી જોવા મળે છે. તેના કારણે ઘણા પારિવારિક સંબંધોમાં પણ તણાવની સ્થિતિ પેદા થઈ છે. એટલું જ નહીં, તેમની સેક્સ લાઈફમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, આ મહામારીને કારણે લોકોમાં તણાવ વધી રહ્યો છે અને યૌન ઈચ્છાઓમાં કમી જોવા મળી રહી છે. તેવામાં ઘણા કપલ્સની વચ્ચે એક સવાલ ઊભો થયો છે કે શું તેઓ એક સારી સેક્સ લાઈફ ફરીથી શરૂઆત કરી શકે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે પાર્ટનર્સને એક સારી અને સંતુષ્ટ સેક્સ લાઈફની શરૂઆત કરવા માટે અઠવાડિયામાં એક વખત સેક્સ જરૂરથી કરવું જોઈએ. અમેરિકન એસોશિએશન ઓફ મેરેજ એન્ડ ફેમિલી થેરેપીસ્ટના ક્લિનીકલ ફેલો અને સેક્સ થેરેપીસ્ટ ઈયાન કેર્નરના કહેવા પ્રમાણે એવા પાર્ટનર્સ જે અઠવાડિયામાં એક વખત સેક્સ કરે છે, તેઓ વધારે ખુશ રહે છે અને તે પોતાના સંબંધથી પણ સંતુષ્ટ રહે છે.

પ્રેગ્નેન્ટિશ પર થયેલા એક પોડકાસ્ટ દરમિયાન કેર્નરે પ્રેગન્ટેન્ટઈશની ફાઉન્ડર એન્ડ્રીયા સિરતાશ સાથે લોકોના સેક્સ સંબંધને લઈને વાત કરી હતી.  તેમાં તેણે કહ્યું હતું કે કંઈ રીતે કપલ્સ પોતાના યૌન જીવનમાં બાધાઓ અને તણાવને દૂર કરી શકે છે. ખાસ કરીને જ્યારે કપલ્સ પેરેન્ટ બનાવાનો નિર્ણય કરે છે. સોશિયલ સાઈકોલોજી એન્ડ પર્સનાલિટી સાયન્સ નામની એક પત્રિકામાં છપાયેલી એક શોધ પ્રમાણે, જે કપલ્સ અઠવાડિયામાં એક વખત સેક્સ કરે છે, તે ઓછું સેક્સ કરવાનારાઓની તુલનામાં પોતાના સંબંધોથી વધારે સંતુષ્ટ મળી આવ્યા હતા.

શોધકર્તાઓએ એ પણ જાણ્યું હતું કે અઠવાડિયામાં એકથી વધુ વખત સેક્સ કરવાથી સંબંધ પર કોઈ ખાસ ફરક પડતો નથી. કર્નરે કહ્યું છે કે સેક્સ ત્રણ શ્રેણીઓમાં આવે છે. મનોરંજન સંબંધી અથવા માત્ર મનોરંજન માટે કરવામાં આવેલું, રિલેશન અથવા પોતાના સાથી સાથે જોડાયેલા મહેસૂસ કરવા માટે અથવા ફેમિલી પ્લાનિંગકરવા માટે. જોકે ત્રણેય પ્રકારના સેક્સની પોતાની અલગ મહત્વપૂર્ણ ભુમિકા હોય છે. તેવામાં કોઈ પણ એક પ્રકારના સેક્સ પર ફોકસકરવાથી કપલ્સની વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ શકે છે.

કર્નરે ઉદાહરણ આપતા કહ્યું હતું કે એમણે એવા ઘણા કપલ્સ જોયા છે જેમણે ગર્ભધારણ માટે આઈવીએફનો સહારો લીધો હતો. પ્રેગનન્ટ થયા પછી તેની અસર તેમના યૌન સંબંધ પર પડેલી જોવા મળી હતી. ઘણી વખત લોકો ભૂલી જાય છે કે સેક્સ માત્ર બાળકો પેદા કરવા માટે નથી હોંતા પરંતુ સંબંધને મજબૂત કરવા માટે પણ છે. તેણે ટેલ મી અબાઉટ ધ લાસ્ટ ટાઈમ યુ હેડ સેક્સ નામનું પુસ્તક લખ્યું છે. મને લાગે છે કે બે કપલ્સ વચ્ચે સેક્સ હોવું જોઈએ. સંબંધોને સંતુષ્ટ બનાવવા માટે રિલેશનલ અને મનોરંજક સેક્સને પોતાના ફેમિલી પ્લાનિંગના રૂટિનમાં સામેલ કરવા જોઈએ. આમ કરવાથી તણાવ ઓછો થાય છે અને યૌન સંબંધ મજબૂત થાય છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp