આજકાલ ચાલે છે Sextingનો ટ્રેન્ડ

PC: mariomadridlawfirm.com

એક જમાનો હતો, જ્યારે ઍડલ્ટ ચેટ અથવા સેક્સ ચેટને માનસિક વિકાર માનવામાં આવતો. પરંતુ હવે ભારત સહિત વિશ્વના દેશોમાં પોતાના પ્રેમી કે ભરોસાપાત્ર પાર્ટનર સાથે કરાયેલી સેક્સ ચેટનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને મોટાભાગના લવર્સ લગ્ન પહેલાં અથવા લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં Sextingનો સહારો લઈ પોતાની કામુકતા સંતોષતા હોય છે.

Sextingએ બીજું કંઈ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર થતું ચેટિંગ છે, જેમાં ખુલ્લા દિલે સેક્સની વાતો કરવામાં આવે છે અને વર્ચ્યુઅલ સેક્સનો આનંદ લેવામાં આવે છે. જોકે Sextingમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

જેમ કે જેની સાથે સેક્સ ચેટ કરવાના છો એ પાત્ર અત્યંત ભરોસાપાત્ર અથવા તમારી નજીકનું હોય. બીજું એ કે Sexting કરતા પહેલાં એક દાયરો નક્કી કરો કે આમાં તમારે શું શું કરવું છે. જેમ કે કેટલાક લોકો માત્ર ઉત્તેજક અને અંગત મેસેજ લખીને જ Sexting કરતા હોય છે. તો કોઈક લોકો પોતાના ન્યૂડ્સ પણ શેર કરતા હોય છે.
આ દાયરો નક્કી કર્યા પછી પ્રાઈવસી વિશે પણ ચર્ચા કરી લેવી અને પોતાના સ્તરે પણ કેટલીક પ્રાઈવસી સંદર્ભની ચોકસાઈ કરી લેવી. જેમ કે એપ્સનું લોક હોવું ફરજિયાત છે અને Sexting પતી ગયા પછી શેર થયેલા પિક્સ કે ક્લિપ્સ ડિલિટ ફોર ઑલ થઈ જાય એનું પણ ધ્યાન રાખવું.

બાકી, નવા જમાનાની આ તરકીબ પણ રીઅલ સેક્સ જેટલી જ ઉત્તેજક અને આનંદદાયી છે. બસ, પ્રાઈવસીનું સરખું ધ્યાન રાખવું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp