અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના સગાવ્હાલા 1873થી ભારતમાં રહી નોકરી કરે છે!

PC: aajtak.in

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનનો આખો પરિવાર આમ તો અમેરિકામાં વસે છે, પણ તમને ખબર છે કે બાઇડનના કેટલાંક સગા વહાલા ભારતમાં પણ વસે છે? નાગપુરના કેટલાંક લોકોએ દાવો કર્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા જો બાઇડેનના સગા છે અને 1873થી નાગપુરમાં વસે છે.

નાગપુરમાં વસતા કેટલાંક લોકોનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના તેઓ સબંધી છે. જો બાઇડન 2013માં ઉપરાષ્ટ્રપતિ પદની હેસિયતથી ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તેમના કેટલાંક સબંધી ભારતમાં રહે છે.

મુંબઇના 2013ના કાર્યક્રમ પછી 2015માં વોશિંગ્ટનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બાઇડને કહ્યું હતું કે,1972માં પોતે સેનેટર બન્યા ત્યારે ભારતથી તેમને એક પત્ર મળ્યો હતો.જેનાથી એમને ખબર પડી હતી કે એમના મહાન દાદા ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા હતા.

આ પત્ર નાગપુરમાં રહેતા લેસ્લી બાઇડન દ્રારા લખવામાં આવ્યો હતો. તેમના પૌત્ર અત્યારે નાગપુરમાં રહે છે અને દાવો કરે છે કે તેમનો પરિવાર 1873થી નાગપુરમાં રહે છે.લેસ્લી બાઇડનની પૌત્રી સોનિયા બાઇડન ફ્રાંસીસે પીટીઆઇ ( પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા) સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તે વાતથી અમારા પરિવારમાં ખુશી વ્યાપી ગઇ છે.

સોનિયાએ કહ્યુ કે લેસ્લી બાઇડન 1983માં મૃત્યુ પામ્યા તે પહેલા તેઓ ઓરેન્જ સિટીમાં ભારત લોજ એન્ડ હોસ્ટેલ અને ભારત કૈફેના મેનેજર હતા.1983 સુદી લેસ્લીએ જો બાઇડન સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, પણ લેસ્લીના નિધન પછી પત્ર વ્યવહાર બંધ થઇ ગયો હતો.

સોનિયાએ વધુમાં કહ્યું હતું કે લેસ્લી બાઇડને 15 એપ્રિલ 1981માં જો બાઇડન સાથે પત્રથી સંપર્ક કર્યો હતો. જેનો બાઇડને 30 મે, 1981ના દિવસે જવાબ આપ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે,ભારતથી પત્ર મળ્યો તેની ખુશી છે. તેમણે લેસ્લી બાઇડન સાથે વંશાવલીની પણ ચર્ચા કરી હતી.

સોનિયાના મોટાભાઇ ઇયાન બાઇડન 44 વર્ષના છે નાગપુરમાં રહે છે અને મર્ચન્ટ નેવીમાં અધિકારી છે. ઇયાને કહ્યું હતું કે જો બાઇડનના એક પૂર્વજ જોન બાઇડન અને તેમના પત્ની બ્યુમોટ વિશે પણ માહિતી મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp