શું કોન્ડોમ યુઝ કરતા પહેલાં તમે આ બાબતોનું ધ્યાન રાખો છો?

PC: geek.com

આજે લોકો માત્ર સલામત સેક્સ માટે જ નહીં, પરંતુ પ્લેઝર માટે પણ કોન્ડોમનો ઉપયોગ કરતા હોય છે. આ કારણે કોન્ડોમ ખરીદતા પહેલા લોકો તેના ફ્લેવર અને કંપની વિશે ઘણો વિચાર કરતા હોય છે, પરંતુ શું ક્યારેય કોઈએ કોન્ડમની સાઈઝ અને તેના પ્રકાર વિશે વિચાર કર્યો છે ખરો? જી હા, આ પ્રકારનો વિચાર કરવો અત્યંત જરૂરી છે. નહીંતર સેક્સની સલામતી પણ ઘટી જાય છે અને તેના આનંદથી પણ તમે વંચિત રહી શકો છો.

કોન્ડોમ ખરીદતા પહેલા દરેક પુરૂષે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોન્ડોમ તેના પેનીસની સાઈઝનું હોય. ઘણા લોકો આ બાબતનું ધ્યાન નથી રાખતા અને સરવાળે એવું થાય છે કે ક્યાં તો તેમને કોન્ડોમ સહેજ મોટું પડે છે અથવા તેમને કોન્ડોમ નાનું પડે છે. આવું થાય ત્યારે જો કોન્ડોમ મોટું હોય તો ચાલું ઍક્ટ દરમિયાન તે નીકળી શકે છે અથવા જો એ ફીટ પડતું હોય તો ઘર્ષણને કારણે ફાટી શકે છે. વળી, આ બંને સ્થિતિમાં તમે સેક્સના આનંદથી વંચિત રહો એ વધારાનું.

આથી એક્સપર્ટ્સ એવી સલાહ આપે છે કે તમે જ્યારે ઈરેક્ટ હો ત્યારે મેઝરટેપથી તમારું લિંગ માપી લેવું. તમને એ તો ખબર હશે જ કે બજારમાં સ્લીમ, મિડિયમ, સ્મોલ અથવા લોન્ગ એમ જુદી જુદી સાઈઝના કોન્ડોમ્સ મળે છે આથી તમે તમારા લિંગની સાઈઝ મુજબનું કોન્ડોમ ખરીદી શકો છો.

આ સાથે જ બજારમાં જુદા જુદા પ્રકારના કોન્ડોમ્સ મળતા હોય છે. જેમાં લેંબસ્કિન, સિલિકોન, પોલિથેરેન કે લેટેક્સ જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. આથી તમારી પાર્ટનરને કયું કોન્ડોમ માફક આવે છે એનું ધ્યાન રાખવું અને એ પ્રમાણે કોન્ડોમની ખરીદી કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp