શારીરિક સંબંધ એન્જોય કરવાના મામલામાં કોણ છે આગળ-વેજ કે નોનવેજ ખાનારા?

PC: twitter.com

સામાન્યરીતે લોકો શારીરિક સંબંધને લઈને વાતચીત કરવાનું પસંદ નથી કરતા હોતા. તેઓ આ મામલા પર ખુલીને વાત કરવાથી ખચકાય છે. કદાચ એ પણ એક કારણ છે કે સેક્સની સાથે ઘણા જુઠાણા અને અફવાઓ પણ જોડાયેલી હોય છે, જેની વૈજ્ઞાનિકરીતે પુષ્ટિ નથી થઈ.

એવી પણ એક માન્યતા છે કે, લોકોના ખાનપાનનો સંબંધ પણ સેક્સ્યુઅલ પરફોર્મન્સ સાથે જોડાયેલો હોય છે. ઘણા લોકોનું એવું માનવું છે કે, નોનવેજીટેરિયન લોકો વેજીટેરિયન લોકોની સરખામણીમાં વધુ સારી સેક્સ્યુઅલ લાઈફ એન્જોય કરે છે. હાલમાં જ આ અંગે એક સંશોધન કરવામાં આવ્યું હતું કે શાકાહારી અને માંસાહારી લોકોમાં કોણ પોતાની અંગત પળોનો વધુ આનંદ લે છે. આ અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે, વેજીટેરિયન લોકો નોન વેજીટેરિય લોકોની સરખામણીમાં વધુ સારી રીતે સેક્સ લાઈફને એન્જોય કરે છે.

નોન વેજિટેરિયન લોકો બેડ પર થઈ જાય છે સ્વાર્થી

બ્રિટનની એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, બેડ પર માંસાહારનું સેવન કરનારા લોકો વધુ સ્વાર્થી હોય છે. સાથે જ શાકાહારી લોકોની સરખામણીમાં પોતાની સેક્સ લાઈફમાં વધુ દુઃખી પણ હોય છે. જ્યારે શાકાહારી લોકોની સેક્સ લાઈફ સારી અને સંતોષજનક હોય છે.

શાકાહારી લોકો સેક્સ ઉપરાંત ફોરપ્લેમાં પણ શ્રેષ્ઠ

આ અધ્યયનમાં સામેલ લોકોના અભિપ્રાય પરથી જાણવા મળ્યું હતું કે, શાકાહારી લોકો પોતાની સેક્સ્યુઅલ લાઈફથી વધુ સંતુષ્ટ છે. એટલું જ નહીં તેઓ સેક્સ ઉપરાંત ફોરપ્લે અને ડર્ટી ટોકનો પણ વધુ આનંદ લે છે. જ્યારે માંસાહારી લોકો ફોરપ્લેનો વધુ આનંદ નથી ઉઠાવી શકતા.

પ્લાન્ટ બેઝ્ડ ડાયટથી પરફોર્મન્સ થાય છે સારું

આ અધ્યયનમાં જાણવા મળ્યું કે, પ્લાન્ટ બેઝ્ડ એટલે કે વેગન ડાયટ ફોલો કરતા લોકોને પોતાના આહારમાંથી વધુ એનર્જી મળે છે. સાથે જ તેમાં ઝિંક, વિટામિન બીની માત્રા પણ વધુ હોય છે જે લોકોમાં કામેચ્છાને વધારે છે. વેગન ડાયટ ફોલો કરવાથી શરીરમાં સેરોટોનિન હોર્મોનનો સ્ત્રાવ યોગ્ય રીતે થાય છે જે સેક્સના અનુભવને વધારવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp