પત્નીઓની આ લતને કારણે સંબંધોમાં આવી રહી છે ખટાશ

PC: malaymail.com

પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે, પરંતુ આ વિશ્વાસ ઈન્ટરનેટના વધુ પડતા વપરાશને કારણે ઓછો થઈ રહ્યો છે. જાણીને આશ્ચર્ય થશે કે આ લતનો શિકાર પુરુષો કરતા વધુ મહિલાઓ બની રહી છે. પરીણિત મહિલાઓના ઈન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે ઘરમા ઝઘડા શરૂ થવાના કિસ્સાઓ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમા આવા અનેક મામલા સામે આવી રહ્યા છે. જેમા ઘણી મહિલાઓ એવી છે, જે લગ્ન પહેલા સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતી નહોતી.

પીડિત પતિઓ હવે ઝઘડાની ફરિયાદ લઈને પોલીસ પરામર્શ કેન્દ્રોના શરણે જઈ રહ્યા છે. જ્યાંથી તેમને કાઉન્સિલિંગ માટે મોકલવામા આવી રહ્યા છે. ઘણા સંબંધોનો તો અંત આવી ગયો છે. ભોપાલ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત વી કેર ફોર યુ વિંગના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, મોટાભાગની ફરિયાદો એવા પુરુષોની છે, જેમના લગ્નને બે-ચાર વરસનો સમય થઈ ગયો છે. સાથે જ તેમના બાળકો પણ છે.

આ અંગે મનોચિકિત્સકોનુ કહેવુ છે કે, ઈન્ટરનેટ-સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ એક પ્રકારની બીમારી છે. જે લતમા તબદિલ થઈ જાય છે. મોટાભાગના કિસ્સાઓમા જોવા મળ્યુ છે કે, ભાવનાત્મકરીતે જોડાણ ન હોવાને કારણે સંબંધો તૂટી રહ્યા છે. બદલાતા સમયની સાથે જરૂરી છે કે, પરિવારની સાથે વધુમા વધુ સમય વ્યતીત કરો. ઝડપથી વધતી એકલતાને દૂર કરો. જો આટલુ કર્યા બાદ પણ તમારી લત ઓછી ન થાય તો મનોચિકિત્સકની સલાહ લો. આ ઉપરાંત, સંબધોને બચાવવા માટે તેમાં પારદર્શકતા, વિશ્વાસ, તાલમેળ અને પાર્ટનરને સમજવાનો પ્રયત્ન કરવો પણ એટલો જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp