જેનેલિયા જણાવે છે સાસુ-વહુના સંબંધને સુંદર બનાવવાની ટ્રિક

PC: navbharattimes.indiatimes.com

સાસુ-વહુનો સંબંધ તૂ-તૂ, મેં-મેં વાળો અને કડવાશભર્યો હોઈ શકે છે, પરંતુ આ સંબંધને જવાબદારી અને સમજદારી સાથે નિભાવવામાં આવે તો દુનિયામાં તેના કરતા સુંદર સંબંધ બીજો કોઈ નથી. આ રિલેશનમાં સાસૂ પહેલાથી આ સંબંધને લઈને પરિપક્વ હોય છે, આથી પોતાની વહુની સાથે આ સંબંધને પ્રેમના દોરામાં બાંધવાની જવાબદારી પણ તેમની વધુ હોય છે. ભલે વહુ આ સંબંધમાં પોતાના વિચારોની સાથે પ્રવેશ કરે, પરંતુ એક બુદ્ધિમાન સાસુ તેની સાથે મિત્રતા, સ્નેહ અને પ્રેમની રીતો શોધી જ લે છે.

આપણે સૌ એ વાતને ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે, સાસુ-વહુના સંબંધમાં આવતી તિરાડ પરિવારોના તૂટવાનું એક કારણ બને છે. બદલાતા સમયમાં સંયુક્ત પરિવારમાંથી ન્યુક્લિયર ફેમિલી તરફ વધતા સંબંધોમાં એવું ઓછું જોવા મળે છે જ્યાં સાસુ અને વહુની વચ્ચે પ્રેમ એક મા-દીકરી જેવો હોય. જોકે, સાસુ-વહુના સંબંધમાં ખટાશ આવવી એક મામૂલી વાત છે, પરંતુ ક્યારે આ સંબંધ બીજા સંબંધો માટે ફાંસ બની જાય તેની જાણ જ નથી થતી. પરંતુ બોલિવુડમાં સાસુ-વહુની એક જોડી એવી પણ છે, જેણે આ તથ્યને જડમૂળથી ખોટો સાબિત કરી દીધો.

અમે અહીં જેનેલિયા ડિસૂઝા અને તેની સાસુ વૈશાલી દેશમુખ વિશે વાત કરી રહ્યા છીએ. જેનેલિયા અને વૈશાલી એકબીજા સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે. બંનેનો આ સંબંધ સાસુ-વહુનો ઓછો અને મા-દીકરીનો વધુ લાગે છે. એટલું જ નહીં, પોતાના સસરા વિલાસરાવ દેશમુખના નિધન બાદ જેનેલિયાએ જે રીતે પોતાની સાસુને હિંમત આપી, તે દરેક વહુએ શીખવા લાયક છે. એવામાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે સાસુ-વહુના સંબંધને નિભાવવાની કેટલીક ટિપ્સ...

  • એ વાતને ગાંઠ બાંધી લો કે, કોઈપણ સંબંધ ત્યારે જ યોગ્યરીતે ચાલે છે, જ્યારે તે સંબંધને પૂરતો સમય અને સ્પેસ આપવામાં આવે. જો તમારી વહુ વર્કિંગ હોય, તો સાસુએ પણ તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

 

  • પતિ જ નહીં, સાસુને પણ આપો સુંદર નામ. જી હાં, જેનેલિયા પોતાની સાસુને મરાઠીમા આઈ એટલે કે મા કહીને બોલાવે છે. તમે પણ પોતાની સાસુને માં અથવા કોઈ અન્ય નામથી સંબોધિત કરો.

  • બની શકે કે તમારી વહુ ઘરના કામકાજમાં ખૂબ જ કાચી હોય. એવામાં તેની ખામીઓ કાઢવાને બદલે કે તેને ખરીખોટી સંભળાવવાને બદલે તેને પોતાની દીકરીની જેમ ઘરના કામકાજ શીખવો. તેને પોતાના ઘરની રહેણી-કરણી વિશે સમજાવો.
  • વાત કરવાથી વાત બનશે, જો સાસુ-વહુના સંબંધમાં આ મૂળ મંત્ર હોય તો આ સંબંધને ખૂબ જ સુંદરતાથી નિભાવી શકાય છે. નાની-નાની વાતો પર ઝઘડો થવો સામાન્ય વાત છે, પરંતુ ક્યારેય પણ આ ઝઘડાને સંબંધની ફાંસ ના બનવા દો.
  • ગિવ એન્ડ ટેકવાળો ફંડા દરેક સંબંધને સુંદર બનાવવા માટે સૌથી આગળ છે. એવામાં વહુની પણ જવાબદારી બને છે કે, તે પોતાની સાસુ પાસેથી નાની-નાની વાતોને શીખી લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp