શું બોયફ્રેન્ડ કરે છે તમારી સાથે આવો વ્યવહાર? તો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે

PC: bustle.com

કોઈપણ રિલેશનશિપ માટે સૌથી વધુ જરૂરી બાબત છે પાર્ટનરની વચ્ચે સમજદારી. જો તમારા અને તમારા બોયફ્રેન્ડની વચ્ચે સમજદારી ના હોય તો તમારો સંબંધ લાંબો સમય નહીં ટકશે. તમે વારંવાર બ્રેકઅપ અને પેચઅપની વચ્ચે ફસાયેલા રહેશો. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, ક્યારે તમારે તમારા સંબંધ વિશે કઠોર નિર્ણય લેવાની જરૂર છે...

બોયફ્રેન્ડ તમને કંટ્રોલ કરી રહ્યો હોય તો...

જો તમારો બોયફ્રેન્ડ તમને કંટ્રોલ કરતો હોય તો તરત જ તમારે તેનો સાથ છોડી દેવો જોઈએ, કારણ કે કંટ્રોલ કરવાની આ વૃત્તિ હિંસક પણ બની શકે છે. તમારા કશે આવવા-જવા પર જો તમારો બોયફ્રેન્ડ પાબંધી લગાવે તો તેનાથી ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરો. એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે, બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને કંટ્રોલ કરે છે. જો તમને વારંવાર પૂછવામાં આવતું હોય કે ક્યાં જાય છે, કોની સાથે જઈ રહી છે તો તરત જ પોતાના બોયફ્રેન્ડનો સાથ છોડી દો.

તમારી રહેણી-કરણીની રીતો પર ઉઠાવતો હોય સવાલ તો...

જો તમારો બોયફ્રેન્ડ તમારા ખાનપાન અને કપડાં પહેરવાની રીત પર સવાલ ઉઠાવતો હોય તો તમારે જરા પણ અચકાયા વિના તેની સાથે બ્રેકઅપ કરી લેવું જોઈએ. આ પ્રવૃત્તિ ખૂબ જ ઘાતક હોય છે. કોઈપણ સંબંધને કંટ્રોલ કરીને લાંબો સમય સુધી ચલાવી ના શકાય.

તમે શું કરી રહ્યા છો જો તેની પર પાબંધી લાગી રહી હોય તો?

જો તમારો બોયફ્રેન્ડ તમારા બોલવા પર પાબંધી લગાવે તો તરત જ તેનો સાથ છોડી દો. તેનો મતલબ છે કે તે તમને કંટ્રોલ કરી રહ્યો છે. કોઈપણ સંબંધમાં કંટ્રોલ કરવાનો મતલબ છે કે, તે સંબંધને ખરાબ કરવા. જો તમારો બોયફ્રેન્ડ પોતાના ફ્રેન્ડ સર્કલમાં તમને બોલવા ના દે, તો તમારે જરા પણ વિચાર્યા વિના તેની સાથે બ્રેકઅપ કરી લેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp