પતિની હત્યા કરી શવ કેમિકલથી ઓગાળી રહી હતી પત્ની, 4 દિવસ પછી...

PC: aajtak.in

બિહારના મુઝફ્ફરપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી. આરોપ છે કે મહિલાએ પોતાના પ્રેમી અને બહેન-બનેવી સાથે મળીને પહેલા પતિની હત્યા કરી દીધી. પછી શવના ટુકડા કરીને તેના પર કેમિકલ નાખી તેને નષ્ટ કરવાની કોશિશ કરી.

મામલો મુઝફ્ફરપુરના સિકંદરપુરનો છે. જ્યાં 30 વર્ષના રાકેશની હત્યાનો આરોપ તેની પત્ની રાધા, પ્રેમી સુભાષ અને બહેન-બનેવી પર લાગ્યો છે. શવને ઠેકાણે પાડવા માટે મહિલાએ પ્રેમી સુભાષના ભાડેના ફ્લેટમાં શવના ટુકડા કર્યા. શવને ઓગાળવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો કે તે દરમિયાન બ્લાસ્ટ થઇ ગયો. ત્યાર પછી આસપાસના લોકોએ પોલીસને સૂચના આપી દીધી.

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો ફ્લેટની અંદર શવના ટુકડા ફેલાયેલા જોઇ ચોંકી ગયા. પોલીસે શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું. સાથે જ ફોરેંસિક ટીમે આ કેસ તપાસ કર્યો. શવની ઓળખ સિકંદરપુરના રહેવાસી રાકેશના રૂપમાં થઇ, જે રાધાનો પતિ હતો.

બિહારમાં દારૂબંધી હોવા છતાં રાકેશ ત્યાં ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરતો હતો. માટે તે પોલીસની રડાર પર હતો. એજ કારણ છે કે તે છુપાઇને રહેતો હતો. આ દરમિયાન રાકેશનો સાથી સુભાષ તેની પત્નીની દેખરેખ કરતો હતો અને થોડા સમય પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા.

ત્યાર પછી પત્ની રાધાએ પ્રેમી સુભાષ સાથે મળી પતિ રાકેશને મારવાનો પ્લાન કર્યો. જેમાં તેના બહેન-બનેવી પણ સામેલ થઇ ગયા. રાધાએ તીજના અવસરે પતિ રાકેશને ઘરે બોલાવ્યો અને પ્રેમી સુભાષ સાથે મળીને તેની હત્યા કરી નાખી.

રાકેશની હત્યા પછી તેના ભાઈ દિનેશે પોલીસ સ્ટેશનમાં પત્ની રાધા દેવી, તેના પ્રેમી અને બહેન કૃષ્ણા ને બનેવી પર હત્યાનો આરોપ લગાવતા FIR દાખલ કરાવી. રાકેશના ભાઈ દિનેશ સહનીએ જણાવ્યું કે તેના મોટા ભાઈની પત્નીના સહયોગી સુભાષ સાથે સંબંધ હતા.

રાકેશના ભાઇનો આરો છે કે સુભાષ અને તેના ભાઈની પત્ની વચ્ચેના સંબંધની જાણકારી આખા સમાજને હતી. દિનેશના નિવેદન અનુસાર રાકેશ થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે આવ્યો હતો અને ભાડેના મકાને રહેતો હતો.

દિનેશે જણાવ્યું કે શનિવારે તે મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યાર પછી ત્યાં પહોંચવા પર જાણ થઇ કે તેના ભાઈની હત્યા કરી દેવામાં આવી છે અને શવને કાપી તેના ટુકડા કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp