જાણો આ પ્રશ્નો દ્વારા તમારો પાર્ટનર રીલેશન માટે serious છે કે નહી ?

PC: yoursnews.in

પ્રેમમાં એ જાણવું ખુબજ મુશ્કેલ ભર્યું હોય છે કે તમે જેને પોતાનું દિલ દઈને બેઠા છો શું તેના જીવનમાં પણ તમારું મહત્વ છે ? જો તમે પણ આ જાણકારી મેળવવવા માંગો છો કે તમને લઈને તમારો પાર્ટનર સીરીયસ છે કે નહી ? તો આજે અમે આપને જણાવીશું કેટલાક પ્રશ્નો જેના જવાબથી તમે જાણી શકશો કે તમારા માટે સાચે જ તમારો પાર્ટનર સીરીયસ છે.

1. શું તમે હંમેશા પાર્ટી કરો છો ?

પાર્ટીમાં જવું ખરાબ બાબત નથી. જો તમે બંને સાથે આ બહાને વધુ સમય પસાર કરો છો તો તે આમ પણ સારું કહેવાય કે તમારી ડેટિંગમાં પર્સનલ જગ્યાને સ્થાન છે. શું તમે બંને કલાકો સુધી બેસીને એક બીજાની સાથે વાતો કરતા હોવ તો સમજી જાઓ કે તમરો પાર્ટનર તમને સીરીયસ લઇ રહ્યો છે અને તમારી સાથે ટાઈમ પસાર કરવો તેને બોરીંગ લાગતો નથી.

2. તે તમારી લાઈફમાં ઇન્ટરેસ્ટેડ છે ?

જો પાર્ટનર તમારી લાઈફમાં રસ લેતો હોય, જેમ કે દરરોજ તમારા સારા-ખરાબ દિવસ અંગે પૂછતો હોય તેમજ તમારી વાતો ઉપર ધ્યાન આપતો હોય તો સમજી જાઓ કે તમે તેમની લાઈફમાં મહત્વનું સ્થાન ધરાવો છો તેમજ તમને લઈને તે સીરીયસ છે.

3. શું મિત્રો અને સંબંધીઓને સાથે તમારી મુલાકાત કરાવે છે ?

જો તમારો પાર્ટનર તમને પોતાના અંગત મિત્રો કે સંબંધીઓ સાથે મુલાકાત કરાવે છે તો તેનો મતલબ છે કે તે તમને પોતાના જીવનમાં શામિલ કરવા માંગે છે. પણ જરૂરી નથી કે બધા એવા હોય, કેટલાક છોકરાઓનો પરિવાર ખુબ જ સખ્ત હોય છે જે ડરના કારણે પોતાની ગર્લફ્રેન્ડને પાતાના પરિવારથી મળાવવા માટે ડરતા હોય છે.

4.તમારાથી પોતાના ભવિષ્ય અંગે વાતો કરે છે ?

જો તમે તમારા પાર્ટનર સાથે બેસીને પોતાના આવનારા 5 વર્ષોની વાતો કરતો હોય તો તેમજ એ વાતોમાં તમારો પણ ઉલ્લેખ હોય તો સમજ જો કે તે આ રીલેશનને લઈને ખુબ જ સીરીયસ છે. તેમજ ભવિષ્યમાં તમારી સાથે જીવન પસાર કરવા માટે પણ તે વિચારી રહ્યો છે.

5. શું તે તમને એવોઈડ કરે છે ?

અમારો એ કહેવાનો મતલબ નથી કે તે હંમેશા તમને સાથ આપતો હોય પણ શું ક્યારેક તમારો પાર્ટનર તમને ઇગ્નોર કરે છે ? અત્યારે તો આ વાત તમને સામાન્ય લાગી રહી છે પણ આ ઈશારો છે કે તે તમારી સાથે ઇન્વોલ્વ નથી પણ તમારી સાથે ફક્ત ટાઈમ પાસ માટે તમારી સાથે રહી રહ્યો છે.

6. શું આ રીલેશન ફક્ત શારીરિક છે ?

ઘણી વખત પાર્ટનર સાથેની કેમેસ્ટ્રી એટલી પ્રેમાળ બની જતી હોય છે કે બીજી બધી વાતો ઉપર આપણે ધ્યાન આપી શકતા નથી. તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે તમે બંને જોડાયેલા તો રહો છો પરંતુ તમે શારીરિક રીતે સક્રિય હોવ કે પછી તેના વગર પણ તમે બંને એકબીજાથી નજીક હોવ છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp