11 વખત લગ્ન કર્યા છતા આ મહિલા હજુ છે સિંગલ, 12મા સાથે પણ બ્રેકઅપ

PC: mirror.co.uk

અમેરિકાના ઉટાહમાં રહેતી એક 52 વર્ષની ઇન્ટિરિયર ડિઝાઇનરે 11 વખત લગ્ન કર્યા છે અને 12મા સાથે બ્રેકઅપ થઇ ગયું છે. આ મહિલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે હું એક એવા ચૂસ્ત ખ્રિસ્તી પરિવારમાંથી આવું છું,જયાં લગ્ન બહાર સેક્સને પરવાનગી નથી. એટલે સેક્સ મેળવવા મેં લગ્ન કર્યા. જો કે આ મહિલા હજુ સારો જીવનસાથી મેળવવા માટે આશાવાદી છે.

એક મહિલા તેના લગ્ન તૂટવાથી વારંવાર પરેશાન રહે છે. તેણે અત્યાર સુધીમાં 11 લગ્ન કર્યા છે. મહિલા લાંબા સમયથી કોઈ પતિ સાથે લાંબા રિલેશનમાં ન રહી શકી. તાજેતરમાં તેણે તેની 12મા મંગેતર સાથે પણ બ્રેકઅપ કર્યું હતું. તેણીએ પોતાની કથની એક શોમાં જણાવી હતી. 52 વર્ષની ઉંમરે પહોંચેલી આ મહિલાને હજુ સારો વર મળવાની આશા છે.

આ 52 વર્ષીય મહિલાનું નામ મોનેટ ડીઆસ છે, જે મૂળ અમેરિકાની છે. મોનેટ વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર અને સિંગલ મધર છે. તે TLC ના શો Addicted to Marriage માં જોવા મળી હતી, જ્યાં તેણીને તેનો 12મો પતિ મળવાની અપેક્ષા હતી. પરંતુ તેણીને નિરાશા મળી હતી.

Daily Starના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શોમાં મોનેટે કહ્યું કે મારા અને મંગેતર જોન વચ્ચેના સંબંધો સારા ચાલી રહ્યા હતા. પરંતુ બાદમાં તેમનો સંબંધ તૂટી ગયો હતો. મોનેટે કહ્યું કે બ્રેકઅપ મારા માટે ખૂબ મુશ્કેલ હતું, કારણ કે હું જ્હોનને પ્રેમ કરતી હતી. મોનેટે કહ્યું કે તેણે આ સંબંધને બચાવવા માટે ઘણી કોશિશ કરી.

મોનેટ ડીઆસની બહેન માર્સી કહે છે કે જ્યારે મારી બહેનના બે-ત્રણ વાર લગ્ન થયા ત્યારે મેં બહુ ચિંતા નહોતી કરી. પરંતુ 11 વખત લગ્ન કર્યા બાદ તે ચિંતામાં પડી ગઈ છે. કદાચ મારી બહેન ક્યારેય યોગ્ય માણસને નહીં મળે.માર્સીએ માત્ર એક જ લગ્ન કર્યા છે અને તે પોતાના પતિ સાથે 38 વર્ષથી રહે છે.

જો કે, સંબંધમાં કડવા અનુભવ હોવા છતાં, મોનેટને લાગે છે કે તેને એક દિવસ સાચો જીવનસાથી ચોક્કસ મળી જશે. તેની બહેન માર્સી સાથે વાત કર્યા પછી, મોનેટે વસ્તુઓને યોગ્ય બનાવવા માટે મંગેતર જ્હોન સાથે વાત કરવાનું નક્કી કર્યું, પરંતુ તેઓ હજુ સુધી નિરાકરણ આવ્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp