બ્લાઇન્ડ બોયફ્રેન્ડ મળવાથી ખુશ છે આ મહિલા! ગણાવ્યા ફાયદા

PC: aajtak.in

પ્રેમ એ દરેકના જીવનનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે તે પછી માતા-પિતા સાથેનો પ્રેમ હોય, ભાઈ-બહેન સાથેનો હોય કે પોતાના પ્રેમી-પ્રેમિકા વચ્ચેનો હોય. ખાસ કરીને પોતાના પ્રેમી કે પ્રેમિકામાં કેટલીક વસ્તુઓ કે કેટલાક ગુણ જોતા હોઈએ છીએ પરંતુ જો કોઈ વ્યક્તિ અંધ હોય તો તેને તમે પોતાનો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવો ખરા? મોટા ભાગના લોકોનો જવાબ નામાં હશે. લોકોને અંધ વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ તો હોય જ છે પરંતુ તેમને પોતાના જીવનમાં એક્સેપ્ટ કરનારા લોકો નહિવત હોય છે પરંતુ એક મહિલાએ પોતાના જીવનમાં અંધ બોયફ્રેન્ડ આવવાના ફાયદા ગણાવ્યા છે.   

બ્લાઇન્ડ બોયફ્રેન્ડ મળવાથી એક મહિલા ખૂબ જ ખુશ છે અને તેણે ટિકટૉક પર વીડિયો બનાવીને બ્લાઇન્ડ બોયફ્રેન્ડના ફાયદા ગણાવ્યા છે. આ મહિલાનું નામ નિયા એસ્પેરાંજા છે. નિયા એસ્પેરાંજાએ ટિકટૉક પર એક વીડિયો પોસ્ટ કર્યો અને પાંચ કારણ ગણાવતા જણાવ્યું જે કેમ બ્લાઇન્ડ બોયફ્રેન્ડ હોવો નસીબની વાત છે. નિયા એસ્પેરાંજાએ પોતાના વીડિયોમાં કહ્યું કે હું તમને આજે કહેવા માગું છું કે કેમ બ્લાઇન્ડ બોયફ્રેન્ડ મળવો નસીબની વાત છે. ચાલો તો જોઈએ મહિલાએ કયા પાંચ કારણ જણાવ્યા છે.

તે ક્યારેય બીજી છોકરીઓ તરફ જોતો નથી એટલે કદાચ તમે પોતાના સંબંધમાં એવું કંઈક ઈચ્છો છો તો એવી વ્યક્તિની શોધ કરો જે બ્લાઇન્ડ હોય.

તેનાથી કોઈ ફરક પડતો નથી કે હું કેવી દખાઉં છું અને વિશેષ રૂપે મારે પોતાના વાળ સારા કરવાની જરૂરિયાત નથી.  

બ્લાઇન્ડ બોયફ્રેન્ડ હોવો એટલે પણ ફાયદાકારક છે કે તેના માટે ખરીદવામાં આવેલી કોઈ પણ ભેટને છુપાવવાની જરૂરિયાત નથી હોતી, જે ઘણા કપલ્સ માટે એક સામાન્ય સમસ્યા છે.

તેને ક્યારેય ખબર પડતી નથી હું તેને શું ફિલ્માવી રહી છું.

ક્યારેય બેકસાઇટ ડ્રાઇવિંગ કરવી પડતી નથી.

સેકડો લોકોએ નિયા એસ્પેરાંજાની વીડિયો ક્લિપને જોઈ અને રીએક્શન આપ્યા છે. એક યુઝરે લખ્યું કે મને તમારો હ્યુમર પસંદ છે. જોકે કેટલાક લોકોએ નિયા એસ્પેરાંજાના સેન્સ ઓફ હ્યુમર પર નિશાનો પણ સાધ્યો છે. એક શખ્સે લખ્યું કે મને લાગે છે અંધત્ત્વ એક આશીર્વાદ છે? તે રસપ્રદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp