પતિ 7-8 દિવસ સુધી સ્નાન નહોતો કરતો, પત્નીએ કરી કોર્ટમાં અરજી

PC: makingdifferent.com

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પતિ સાત-આઠ દિવસ સુધી સ્નાન અને શેવિંગ ન કરતો હોવાથી પત્નીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની માગ કરી છે. 25 વર્ષીય યુવક અને 23 વર્ષીય મહિલાએ લગભગ 1 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. ભોપાલ ફેમિલી કોર્ટના કાઉન્સલર શૈલ અવસ્થીએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે યુગલે પરસ્પરની સંમતિ સાથે છૂટાછેડાની અરજી કરી છે. ન્યાયાલયના જજ આરએન ચંદે હાલમાં જ આ દંપતિને નિર્દેશ આપ્યાં છે કે જો તેમને છૂટાછેડા લેવા હોય તો છ મહિના અલગ અલગ રહેવું પડશે.

કાઉન્સલર શૈલ અવસ્થીએ કહ્યું કે, મહિલાનું કહેવું છે કે તેનો પતિ સાત-આઠ દિવસ સુધી સ્નાન ન કરતો હોવાથી તેના શરીરમાંથી દૂર્ગંધ આવતી હતી અને જો સ્નાન કરવાનું કહેવામાં આવતું તો કપડા અને શરીર પર સ્પ્રે મારી લેતો હતો. આ એક મહિનો જૂનનો કેસ છે. આ મામલામાં હિન્દુ વિવાહ કાયદો 13B હેઠળ પરસ્પર સંમતિથી વિવાહ વિચ્છેદ હેઠળ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ થયો છે. છ મહિના પછી આ બંનેનું કાયદાકિય રીતે છૂટાછેડા થઇ જશે.

તેમણે કહ્યું કે, આ દંપતિના વિવાહને એક વર્ષ થયું છે, આ ઇન્ટરકાસ્ટ લગ્ન હતા. છોકરો સિંધી સમાજનો છે અને છોકરી બ્રાહ્મણ સમાનની, તેમને હજી બાળક નથી. છોકરો એક દુકાન ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp