22 વર્ષની યુવતિ 48 વર્ષનો બોયફ્રેન્ડ, જ્યા પણ જાય ઘૂરે છે લોકો

PC: mirror.co.uk

પ્રેમમાં ઉંમરની કોઈ સીમા હોતી નથી, તેમ છતાં આજે પણ સમાજના લોકોમાં ઉંમરને લઈને રૂઢિગત ધારણાઓ છે. એવામાં આ રીતનો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 22 વર્ષની યુવતિએ લોકોની ઘૂરતી નજરનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેનું કારણ છે તેનો બોયફ્રેન્ડ.

યુવતિના બોયફ્રેન્ડની ઉંમર 48 વર્ષની છે. અને બંનેની વચ્ચે 26 વર્ષનો એજ ગેપ છે. 22 વર્ષની આયશાની મુલાકાત તેના બોયફ્રેન્ડની સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા થઈ હતી. ધીમે ધીમે બંને પ્રેમમાં પડી ગયા અને બંને સાથે રહેવા લાગ્યા. આયશા અને પૈટ્રિક વેલ્સ બંને સાઉથ આફ્રીકાના કેપટાઉનમાં રહે છે. આયશાની ફરિયાદ તેનાથી મોટી ઉંમરના બોયફ્રેન્ડ જોડે નથી પણ તેના સમાજ જોડે છે.

આયશાનું કહેવું છે કે, અમે બંનેએ તો ખુલ્લા દિલથી એકબીજાનો સ્વીકાર કરી લીધો છે. પણ સમાજ હજુ પણ અમારા સંબંધનો સ્વીકાર કરવાની ના પાડે છે. 48 વર્ષના પૈટ્રિકે આયશાને મળ્યા પછી તેની પત્નીને ડિવોર્સ આપી દીધો હતો. પૈટ્રિકને તેની પહેલી પત્ની સાથે 12 વર્ષનો દીકરો અને 9 વર્ષની દીકરી છે.

આયશા કહે છે, મોટો એજ ગેપ હોવા છતાં બંને વચ્ચે કરિયર, બાળકો અને લાઈફસ્ટાઈલને લઈને કોઈ પણ રીતની તકલીફ નથી. બંને તેમના સંબંધથી ખુશ છે. લોકો શું કહે છે તેની પરવાહ બંનેને નથી.

આયશાનું કહેવું છે કે, મારો બોયફ્રેન્ડ હંમેશા મને કહે છે કે તેમની આસપાસના લોકો તેને ઘૂર્યા કરે છે. બંનેને આશા છે કે, એક દિવસ સમાજનું વલણ તેમના પ્રત્યે બદલાશે. અને તેમના રિલેસનશીપનો સ્વીકાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp