હિન્દુસ્તાનમાં પ્રતિદિન 15 આત્મહત્યા, ગુજરાતમાં અમદાવાદ મોખરે

PC: capicorn.com

ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ એટલી હદ સુધી પ્રસર્યું છે કે પ્રતિદિન સરેરાશ 15 બનાવો બને છે. આ ડેટા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના છે કે જે દરેક રાજ્યોમાંથી એકત્ર કરવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ આત્મહત્યા અમદાવાદ, સુરત અને રાજકોટમાં થાય છે.

બ્યુરોના આંકડા પ્રમાણે 2015ના વર્ષમાં આત્મહત્યાનો આંકડો 133623 થવા જાય છે. 2016માં આ આંકડો 140000ને ક્રોસ કરી ગયો છે. લેટેસ્ટ ડેટા પ્રમાણે આત્મહત્યાની રોજની 15 ઘટનાઓમાં લોકો જીવન ટૂંકાવી રહ્યાં છે. આત્મહત્યાના કારણોમાં સૌથી વધુ અંગત હોય છે. ઓફિસમાં કામનો બોજો. પરિવારની સમસ્યાઓ, સામાજીક બંધન, સફળતામાં નિષ્ફળતા, પ્રેમ સામે અવરોધ તેમજ દેવું વધી જતાં નબળાં મનના લોકો આત્મહત્યા તરફ દોરાય છે.

ભારતના શહેરોમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. શહેરોમાં એક લાખની વસતીએ 12.2 લોકો આત્મહત્યા કરે છે. રાજ્યો પ્રમાણે જોઇએ તો સૌથી આત્મહત્યાની ઘટનાઓ મહારાષ્ટ્રમાં બની છે. આ રાજ્યનો રેટ 12.7 ટકા છે. તામિલનાડુમાં 11.8 અને પશ્ચિમ બંગાળમાં 10.9 ટકા જોવા મળ્યો છે.

એક સર્વેમાં જણાયું છે કે આત્મહત્યા કરવાના કારણો પૈકી સૌથી વધુ કારણ બેકરપ્સી, મેરેજ રિલેટેડ ઇસ્યુઝ, નોન સેટલમેન્ટ ઓફ મેરેજ. દહેજ, ડાયવોર્સી અને આર્થિક સંકળામણનું જણાયું છે. એ ઉપરાંત ફેમિલી પ્રોબ્લેમ્સ અને ઓફિસમાં કામના ભારણથી વધતા ટ્રેસનું પણ કારણ માનવામાં આવે છે.

ગુજરાતમાં આત્મહત્યાના સૌથી વધુ બનાવો અમદાવાદ અને સુરતમાં બને છે. અમદાવાદમાં એક વર્ષમાં આપઘાતની 700 ઘટનાઓ બની છે. સુરતમાં 600 બનાવો નોંધાયેલા છે. રાજકોટમાં પણ 500 જેટલી આત્મહત્યા થાય છે. ગુજરાત સરકારે એડમિટ કર્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં 91 ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને તેનું મુખ્યકારણ દેવું વધી જવાનું હતું. જો કે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં દેવું વધી જતાં અથવા પાક નિષ્ફળ જતાં એક વર્ષમાં કુલ 11400 ખેડૂતોએ આત્મહત્યામાં જીવ ખોયા છે. બીજા એક સર્વેમાં જણાવાયું છે કે દેશમાં વિવિધ કારણોસર છેલ્લા 30 વર્ષમાં 59000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp