આ છે ગુજરાતની હકીકત: લવસ્ટોરીમાં ગયા 198ના જીવ

PC: nrigujarati.co.in

પ્રેમ અંધ હોય છે, એ વાત તો બહુ જાણિતી છે. પરંતુ એવો અંધ હોય કે તે હત્યા સુધી દોરી જાય એ વાત ગુજરાતમાં પુરવાર થઇ છે. 2016ના વર્ષમાં ગુજરાતમાં કુલ 1120 હત્યાઓ થઇ હતી. આ હત્યાઓમાં 18 ટકા એટલે કે 198 હત્યા પ્રેમ પ્રકરણ કે આડા સબંધને મામલે જ થઇ હોવાનું ડેટા પરથી જાણવા મળે છે.

આજકાલ પ્રેમ પ્રકરણ કે આડા સબંધોનું ચલણ વધી ગયું હોય એમ લાગે છે. જો કે પ્રેમ સબંધ કોઇ નવી વાત નથી. પરંતુ હવે આ સબંધો લોહિયાળ થઇ શકે એવી સંભાવના પણ વધી ગઇ હોવાનું ગુનાખોરીના આંકડા પુરવાર કરે છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા મુજબ રાજયમાં થતી હત્યાની સંખ્યામાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2015માં 1150 હત્યા નોંધાઈ હતી જયારે 2016માં 1120 હત્યા નોંધાઈ છે. 75 ટકા કેસમાં પુરૂષોની હત્યા કરવામાં આવી છે. જો કે સુરત અને અમદાવાદ એ બંને શહેરોમાં હત્યાની સંખ્યા વધી છે. અમદાવાદમાં 2016માં 103 હત્યા નોંધાઈ હતી જેની સંખ્યા 2015માં 92 હતી. સુરતમાં 2015માં 101 મર્ડર સામે 2016માં 102 મર્ડર નોંધાયા હતા.

પ્રેમ પ્રકરણ ભાંગી પડતા 133, લગ્નેત્ત્।ર સંબંધોમાં 55 અને ઓનર કિલિંગમાં 10 વ્યકિતની હત્યા થઈ હોવાનું પોલીસના ચોપડે નોંધાયુ છે. સંબંધોના ગૂંચવાડાને કારણે અથવા તો અંગત અદાવત કે દુશ્મનાવટ થતી હત્યાની સંખ્યા 245 જેટલી છે જે કુલ હત્યાના 21.૮ ટકા જેટલી છે.

ગુનાખોરીના આ આંકડા જોયા પછી પ્રેમ આંધળો તો કહેવાય પણ પ્રેમ હત્યારો પણ થઇ જાય એવું જોખમ વધી રહ્યું છે. તું મારી નહીં તો કોઇની નહીં એવા અંધ પ્રેમને કારણે હત્યા સુધી મામલો પહોંચી જતો હોવાનું મનાય છે.

ગુનાખોરીના આંકડાઓ વધુ એવું પણ તારણ કાઢવા પ્રેરે છે કે રાજ્યમાં થયેલી કુલ હત્યામાંથી 94 હત્યા તો 1૮ વર્ષથી નાની વયના લોકોની થઈ છે. હત્યાનો ભોગ બનેલાઓમાંથી 53 તો છ વર્ષથી નાની વયના હતા. મોટા ભાગના લોકો 30-45 વયના (464) હતા. ત્યાર પછી 1૮-30 વર્ષના વયજૂથમાં કુલ 401 અને 45થી 60 વર્ષના વયજૂથમાં કુલ 190 હત્યા થઈ હતી.

આ આંકડો ચિંતાપ્રેરક છે. સમાજજીવન ડહોળાઇ રહ્યાના આ સંકેત મળી રહ્યા છે. આ દિશામાં જાગૃતિ આણવા માટે પ્રયાસ થવા જરૂરી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp