ખંભાતનું પ્રદૂષણ માછલા ખાઈ ગયું

PC: odishatv.in

મંદીના કારણે અનેક નાના વ્યવસાયકારો બેકાર બની રહ્યાં છે. તેમાં નોટબંદી અને GST બન્ને એટલા જ જવાબદાર છે. અંગ્રેજોના અગમન સમયે અને સુરતની જાહોજલાલી પહેલાં ખંભાતનું બંદર એક સમયે વિશ્વનું બંદર હતું. આજે ત્યાં વિનાશ જોવા મળી રહ્યો છે. તે વિનાશ અટકવાનું નામ નથી લેતો.

કૃષિ અને મત્યઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખંભાત વિસ્તારમાં 12 ગામ માછીમારી પર નભતાં હતા જેના 1200થી વધારે કુટુંબો બેકારીના ખપ્પરમાં હોમાયા છે. તેમની પાસે હવે કોઈ રોજગારી રહી નથી. થોડા ધણાં માછલા પકડાય છે તે પણ કોઈ ખરીદતું નથી.

આમેય છેલ્લાં 10 વર્ષથી અહીં દરિયો દૂર જઈ રહ્યો છે. અમદાવાદનું કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી અહીં સુધી પહોંચે છે. જેના કારણે પણ માછલી અહીં રહી શક્તિ નથી. અઢીકરોડ રૂપિયાના માછલા અહીં મળતા હતા હવે ભાવો વધ્યા છતાં માંડ રૂ.80 લાખ જ મળે છે.

ખંભાત, બાદલપુર, દહેવાણ, ધુવારણ, રાલેજ, વસણા, વડગામ, પાંદડા, તડાતલાવ, વૈણજ, નવાગામબારા સહિતના 12 ગમોની આવી હાલત છે. આ ગામના એક માછીમાર દીઠ રોજ 40 કિલો માછલા પકડાતા હતા જે આજે માંડ 5 કિલો પકડાય છે. રોજ રૂ.1500થી 2000ની કમાણી કરી લેતા હતા. હવે માંડ રૂ.500 મળી શકે છે. ખર્ચાઓ અલગથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp