લો કરલો બાત: મોદી પર જનતાને ભરોસો પણ લશ્કરી શાસન ઇચ્છે છે

PC: intoday.in

નોટબંધી અને જીએસટી જેવા કઠોર પગલાં લેવામાં આવ્યા છે છતાં દેશની જનતાને હજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો છે. લોકો માટે અચ્છે દિન આવ્યા નથી તેમ છતાં લોકો કહે છે કે- કેન્દ્રમાં મોદી સરકાર સારી છે. હાલ ચૂંટણીઓની મોસમ છે ત્યારે પેઇડ સર્વિસની બોલબાલા વધી છે. વિવિધ જાતના સર્વેક્ષણો માટે પાર્ટીઓ અઢળક નાણાં ખર્ચી રહી છે.

સર્વે કરાવવામાં ભાજપ નંબરવન પર આવે છે. વિવિધ એજન્સીઓને સર્વેક્ષણનું કામ સોંપીને તેના રિપોર્ટના આધારે નેતાઓના ભાષણો તૈયાર થાય છે. તાજેતરમાં દેશની સરકાર ઉપર લોકોના ભરોસા અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે પ્રત્યેક ચોથો કે પાંચમો ભારતીય નાગરિક કેન્દ્રની મોદી સરકાર ઉપર વિશ્વાસ ધરાવે છે. પ્યુ રીસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં રસપ્રદ વાત એ છે કે મોટાભાગના લોકો લશકરી શાસન અને સ્વતંત્રતાને ટેકો આપે છે.

ભારતમાં જ્યાં અર્થવ્યવસ્થા સરેરાશથી વધીને 6.9 ટકા થઇ ચુકી છે ત્યાં 85 ટકા લોકો તેની રાષ્ટ્રીય સરકાર ઉપર ભરોસો કરે છે. પ્યુ રિસર્ચે તેના એક રીપોર્ટમાં જણાવ્યું હતું જે મુખ્ય દેશો વચ્ચે પ્રશાસન પરનાં વિશ્વાસ ઉપર આધારિત છે. સર્વેથી જાણ થાય છે કે મોટાભાગના ભારતીય શાસન અને સ્વાયતત્તાનું સમર્થન કરે છે. 65 ટકા લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરનાર સરકારનું સમર્થન કરે છે. 53 ટકા લોકોનું કહેવું હતું કે દેશમાં સેન્ય સાશન એક ઉત્તમ બાબત છે.

સર્વે અનુસાર 55 ટકા ભારતીય એકતરફ સમર્થન કરે છે. જ્યારે વાસ્તવિક રીતે 27 ટકાથી વધુ લોકો ઉત્તમ અને મજૂબત નેતા ઈચ્છે છે. રિપોર્ટ અનુસાર રશિયાનો લગભગ 48 ટકા હિસ્સો મજબુત નેતા દ્વારા શાસન પસંદ કરે છે. 26 ટકા લોકોનું કહેવું હતું કે એક એવો મજબુત નેતા જે સાંસદ અને અદાલતના હસ્તક્ષેપ વિના જ નિર્ણય લઇ શકે.

ભારત એશિયા પ્રાંતમાં એક એવો દેશ છે જેમાં લોકો ટેકનોલોજી તંત્રનું સમર્થન કરે છે. વિયતનામનાં લોકો 67 ટકા, ભાતના લોકો 65 ટકા અને ફિલિપાઇન્સનાં લોકો 62 ટકા અને ઓસ્ટ્રેલિયા લોકો સાવધાનીથી ચિંતિત છે. કારણકે 57 ટકા લોકોનું કહેવું છે કે આ શાસનનો યોગ્ય પ્રકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp