ગુજરાતમાં પેન્શન ખર્ચ વિક્રમી 12,900 કરોડને પાર

PC: khabarchhe.com

ગુજરાત સરકાર પર બિન યોજનાકીય ભારણમાં કર્મચારીઓના પગાર અને પેન્શનરોનું પેન્શન આવે છે. આ બન્ને ચૂકવણાં એટલી જાલીમ હદે વધતાં જાય છે કે સરકાર કાયમી કર્મચારીઓની જગ્યાએ હવે આઉટ સોર્સિંગથી કામ ચલાવે છે. જાણીને નવાઇ લાગશે કે માર્ચ 20178ના અંતે સરકારનો પગાર ખર્ચ વધીને 26318 કરોડ થશે જ્યારે પેન્શનનો ખર્ચ 12923 કરોડ થશે.

સરકારના આ આંકડા ચોંકાવનારા છે. ગુજરાત સરકારમાં કુલ મળીને 465742 જેટલા કર્મચારીઓ છે જે ગયા વર્ષે એટલે કે 2016-17માં 465742 હતા. એવી જ રીતે પેન્શનરોની સંખ્યા 423131 હતી તે વધીને 438253 થઇ છે. જો કે પબ્લિક સેક્ટરના કર્મચારીઓની સંખ્યાની ગણતરી આ આંકડામાં થતી નથી.

ગુજરાત સરકારે 2005ના વર્ષમાં મૂલ્યવર્ધિત પેન્શન યોજના દાખલ કરી છે તેથી પેન્શનનું ખર્ચ કન્ટ્રોલ કરી શકાયું છે તેમ છતાં 2005 પહેલાના કર્મચારીઓની નિવૃત્તિનું ભારણ સરકાર પર આવી પડ્યું છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ 4.38 લાખ પેન્શનરોને 12165 કરોડનું પેન્શન ચૂકવવું પડે છે જે આવનારા વર્ષમાં વધીને 12923 કરોડ થવાનું છે, કારણ કે પેન્શનરોની સંખ્યા વધીને 4.38 લાખ થવાની છે.

સચિવાલયના પેન્શન સાથે સંકળાયેલા વિભાગના જણાવ્યા પ્રમાણે દરવર્ષે એવરેજ 15000 થી 17000 કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે તેથી પેન્શનનું ભારણ વધવાનું છે. સરકારનો પેન્શન ખર્ચ જોઇએ તો પગાર ખર્ચ કરતાં અડધો છે. સરકારની આ જવાબદારી છે.સાતમા પગાર પંચના અમલ પછી આ ખર્ચમાં 15 ટકાનો વધારો પણ થઇ શકે છે. 2014-15માં પેન્શનનો ખર્ચ 5000 કરોડ હતો તે સીધો વધીને 12000 કરોડ કરતાં વધી ગયો છે.

ગુજરાત સરકાર પર પગારનું ભારણ ઉપરાંત પેન્શનરોને ચૂકવવાના થતાં નાણાનો બોજ જાલીમરીતે વધતો જાય છે. રાજ્યએ મૂલ્યવર્ધિત પેન્શન યોજના દાખલ કર્યા પછી પણ એક વર્ષમાં જ 30.85 ટકાનો વિક્રમી વધારો નોંધાયો હતો. 2016ના નાણાકીય વર્ષના આખરે સરકાર પેન્શનરોને પૂરા 8061.82 રૂપિયા ચૂકવ્યા છે.

પેન્શનરો અને તેમના પરિવારજનોને તબીબી સુવિધા માટે સરકારે 2015માં 31 કરોડ ચૂકવ્યા હતા અને 2016માં 32 કરોડ ચૂકવ્યા છે. 2017માં આ આંકડો વધીને 34 કરોડ થયો છે. બીજી તરફ નિવૃત્ત કર્મચારીઓની ગ્રેજ્યુઇટી પેટે 2015માં 810 કરોડનો ખર્ચ થયો છે જ્યારે 2016માં તે વધીને 1304 કરોડ, 2017માં 1500 થયો છે.

પરિવારને પેન્શનની યોજનામાં સરકારે ગયા વર્ષે 988 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા તે આ વર્ષે વધીને 1000 કરોડને ક્રોસ કરી ગયા છે.

ગુજરાત સરકારનું પેન્શન ખર્ચ..

વર્ષ કરોડ
2015-16 9963.00
2016-17 12465.00
2017-18 12923.00

ગુજરાત સરકારનો પગાર ખર્ચ...

વર્ષ કરોડ
2015-16 22072.00
2016-17 24064.00
2017-18 26318.00

            
 
 
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp