26th January selfie contest

26 જાન્યુઆરી: બોલીવૂડમાં દેશભક્તિની લહેર, તિરંગા સાથે જોવા મળ્યો વિક્કી

PC: intoday.in

દેશ 26 જાન્યુઆરીએ 70મું પ્રજાસત્તાક દિવસ માનવી રહ્યુ છે. આ દિવસે રાજપથમા ભવ્ય સમારોહ અને પ્રજાસત્તાકના દિવસ પર પરેડ ખાસ આકર્ષક હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ દેશભક્તિની લહેર જોવા મળી રહી છે. બોલિવૂડ સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર પ્રજાસત્તાકની શુભેચ્છા પાઠવી છે. વિક્કી કૌશલથી લઇને કપિલ શર્મા સુધીએ ટ્વીટ કરી દેશના પ્રતિ પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે.

અભિનેતા વિક્કી કૌશલે રાષ્ટ્ર ધ્વજ હાથમા લઈને એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ તેમણે કેપ્શનમા લખ્યુ- ઝંડા ઉંચા રહે અમારા, હેપી રિપબ્લિક ડે. જય હિન્દ! ફોટોમા તે અત્યંત ખુશ નજર આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમા જ વિક્કી કૌશલ ફિલ્મ ''ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકમા નજર આવ્યો હતો. તેમની ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી અને આ ફિલ્મ વર્ષની પહેલી 100 કરોડ કમાણી કરનારી ફિલ્મ બની છે.

કોમેડિયન કપિલ શર્માએ પણ ટ્વીટ કરી લોકોને રિપબ્લિક ડેની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યુ- તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. જય હિંદ. તેમજ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટર પર લખ્યુ- આજે રિપબ્લિક ડે છે. સ્વતંત્રતા દિવસ નહીં!!! આજના દિવસે 26 જાન્યુઆરી 1952ના રોજ આપણુ બંધારણ અમલ આવ્યુ હતુ. આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી હતી!

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp