26th January selfie contest

પાકિસ્તાનમાં લોકોએ ફરકાવી દીધો તિરંગો અને જોતી રહી ગઇ પાકિસ્તાની આર્મી

PC: pixabay.com

ગણતંત્ર દિવસના અવસરે સમગ્ર ભારત દેશભક્તિના રંગે 26મી જાન્યુઆરીએ રંગાયું હતું. પરંતુ રસપ્રદ વાત એ છે કે, આ મહાપર્વની ઉજવણી ભારત જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશને શનિવારે 70મા ગણતંત્ર દિવસ સમારોહની ઉજવણી કરી હતી અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પાકિસ્તાનમાં ભારતના હાઇ કમિશનના અદિકારી અજય બિસારિયાએ આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સંદેશો વાંચ્યો હતો.

બલુચિસ્તાનમાં ધ્વજારોહણ...

પાકિસ્તાનમાં અશાંત પ્રદેશ બલુચિસ્તાનથી પણ ધ્વજારોહણની ખબર આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ એક તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે, બલુચિસ્તાનના લોકોએ 26મી જાન્યુઆરીના રોજ તિરંગો લહેરાવ્યો હતો અને ભારતના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બલુચિસ્તાનના લોકો કેટલાય વર્ષોથી પાકિસ્તાનથી આઝાદી મેળવવાની માંગ કરી રહ્યા છે.

બલુચ સંગઠનોનું કહેવું છે કે, તેમની માંગને ભારતનું સમર્થન મળે. બલુચિસ્તાનનના લોકો કેટલીયવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરો લઇને પણ રેલીઓ કરી ચૂક્યા છે. પરંતુ હજુ એ વાતની કોઇ પુષ્ટિ નથી થઇ કે શું ખરેખર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં રિપબ્લિક ડેનો જશ્ન મનાવાયો હતો કે નહીં.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp