26th January selfie contest

રશિયા દ્વારા પકડાયેલા યુક્રેનના સૈનિકની થઈ આવી હાલત, પહેલા અને પછીના ફોટો આવ્યા

PC: businessinsider.com

રશિયા અને યુક્રેન વચ્ચે 7 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયન સૈનિકોએ યુક્રેનના ઘણા શહેરોને સંપૂર્ણપણે બર્બાદ કરી દીધા છે. દરમિયાન, રશિયન સૈનિકોએ ઘણા યુક્રેની સૈનિકોને કેદ કર્યા હતા, જેમાંથી 215ને મુક્ત કરવામાં આવ્યા છે. 4 મહિના પછી રશિયન કબજામાંથી મુક્ત થયેલા એક યુક્રેની સૈનિક માયખાઈલો દિયાનોવના પહેલા અને પછીના ફોટા જાહેર કરવામાં આવ્યા છે.

રશિયાના કબજામાંથી 4 મહિના પછી મુક્ત થયેલા યુક્રેની સૈનિક માયખાઈલો દિયાનોવના પહેલા અને પછીના ફોટોમાં એટલો તફાવત છે કે તેને ઓળખવો મુશ્કેલ છે.

4 મહિના પછી રશિયા દ્વારા મુક્ત કરવામાં આવેલા માયખાઈલો દિયાનોવ, ખૂબ જ નબળા દેખાય છે. દિયાનોવના હાથ પર ઈજા પહોંચી છે અને ચહેરા પર સોજો દેખાઈ રહ્યો છે.

ધ સનના અહેવાલ મુજબ, માયખાઈલો દિયાનોવના જમણા હાથમાં લગભગ 4 સેન્ટિમીટરનું હાડકું ગાયબ છે. ફોટોમાં દિયાનોવની માંસપેશીઓ ગળી ગઈ છે અને તે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે.

મારિયુપોલ શહેરનું રક્ષણ કરતી વખતે, માયખાઈલો દિયાનોવને લગભગ 4 મહિના સુધી વ્લાદિમીર પુતિનની સેનાએ બંદી બનાવી રાખ્યો હતો. હવે દિયાનોવની મુક્તિ મળ્યા પછી, તેના શરીરના નિશાનો રશિયન સેનાની નિર્દયતાને છતી કરે છે.

રશિયન સૈનિકો દ્વારા પકડાયેલા યુક્રેની સૈનિક માયખાઈલો દિયાનોવની પહેલા અને પછીના ફોટોમાં મોટો તફાવત જોવા મળે છે. મિખાઇલોના ફોટા જોયા પછી એક યુક્રેની પત્રકારે કહ્યું કે તેણે જે જોયું તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp