26th January selfie contest

અલ-કાયદાના ચીફે નવા વીડિયોમાં યુક્રેન પર હુમલા માટે આ દેશને જવાબદાર ગણાવ્યો

PC: thefamouspeople.com

અલ કાયદાનો નેતા અયમન અલ જવાહરીએ પોતાના પૂર્વવર્તી ઓસામા બિન લાદેનના મોતની 11મી વરસી અગાઉ રેકોર્ડ કરેલો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અલ જવાહરીએ કહ્યું છે કે અમેરિકાની નબળાઈના કારણે તેનો સહયોગી યુક્રેન, રશિયાના આક્રમણનું શિકાર થયો. આતંકી ગતિવિધિઓની દેખરેખ કરનાર SITI ગુપ્ત ગૃપના જણાવ્યા મુજબ, અલ જવાહરીનો 27 મિનિટનો વીડિયો શુક્રવારે શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આતંકી માસ્ટરમાઈન્ડ એક ડેસ્ક પર બેઠો નજરે પડી રહ્યો છે, જ્યાં પુસ્તકો અને એક બંદૂક પણ રાખેલી હતી.

મુસ્લિમોને એકજૂથતાની અપીલ કરતા અલ જવાહરીએ 9/11 આતંકી હુમલા બાદ, ઈરાક અને અફઘાનિસ્તાનમાં શરૂઆત કરવામાં આવેલા યુદ્ધના પ્રભાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમેરિકાની સ્થિતિ નબળી છે અને તે પતન તરફ વધી રહ્યું છે. અમેરિકા પર થયેલા હુમલાનો મુખ્ય કાવતરાખોર અને નાણાકીય પોષક ઓસામા બિન લાદેન હતો. અલ જવાહરીએ કહ્યું કે અહીં ઈરાક અને અફઘાનિસ્તાનમાં પોતાની હાર, 9/11ના હુમલાના કારણે થયેલી આર્થિક બરબાદી, કોરોના મહામારી બાદ તેણે (અમેરિકાએ) પોતાના સહયોગી યુક્રેનને રશિયાનોના શિકાર રૂપમાં છોડી દીધો.

ઓસામા બિન લાદેનને અમેરિકન બળોએ વર્ષ 2011મા પાકિસ્તાનના તેના આવાસ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અલ જવાહરીના આવાસની જાણકારી નથી. તે FBI દ્વારા વાંછિત છે અને તેને પકડવામાં સહાયક જાણકારી આપનારને 2.5 કરોડ અમેરિકન ડૉલર ઈનામ આપવામાં આવશે. અલ જવાહરી વર્ષ 2011મા અલકાયદાનો લીડર બન્યો હતો.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રેમિકાના રૂપમાં ઓળખાયેલી પૂર્વ રશિયન જિમનાસ્ટ એલિન કાબાયેવા પર યુરોપિયન યુનિયન (EU) પ્રતિબંધ લગાવી શકે છે. યુરોપિયન યુનિયન જલદી જ રશિયા પર પોતાના પ્રતિબંધોનું છઠ્ઠુ સંસ્કરણ જાહેર કરી શકે છે. અત્યાર સુધી કાબાયેવા પર અમેરિકા સહિત કોઈ પણ દેશે પ્રતિબંધ લગાવ્યો નથી. આ દરમિયાન યુક્રેન પ્રત્યે સમર્થન વ્યક્ત કરનારા રોમાનિયા પહોંચેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના પત્ની ઝીલ બાઈડેને શનિવારે યુક્રેનથી આવેલી શરણાર્થી મહિલાઓ સાથે મુલાકાત કરી. તેમાં મોટી સંખ્યામાં બાળકોની માતાઓ અને શિક્ષિકાઓ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp