યુક્રેન બધુ બરબાદ થઈ ગયું છતા રશિયા સામે સીઝફાયર નથી માગતું, આ છે કારણ

PC: hindustantimes.com

રશિયા અને યુક્રેનના યુદ્ધને 5 મહિના પૂરા થઇ ગયા છે. આ 5 મહિનામાં યુક્રેનને ખૂબ જ મોટુ નુકસાન થયું છે. ફક્ત તેના વિસ્તારો જ તેનાથી નથી છીનવાયા પણ તેના 20 લોકોએ અન્ય દેશોમાં શરણ લેવી પડી છે. એટલુ જ નહીં હજારો હેક્ટર જમીન રશિયાના હુમલાઓથી બરબાદ થઇ ગઇ છે. હજારો મકાનો બરબાદ થઇ ગયા છે. સરકારી ઇમારતો, હોસ્પિટલ, સ્કૂલ, રહેઠાણની ઇમારતો પણ ખંડેર થઇ ગઇ છે. રશિયા સતત પોતાના હુમલાનું ક્ષેત્ર વધારી રહ્યું છે. તે છતાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયાને સીઝફાયર કરવા માટે ના પાડી દીધી છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું કહેવું છે કે, જ્યાં સુધી તે રશિયા દ્વારા કબજે કરાયેલા વિસ્તારો પાછા નથી મેળવી લેતા, ત્યાં સુધી સીઝફાયર વિશે વિચારશે પણ નહીં. તેમના આ નિવેદનથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, યુદ્ધ જલ્દી પૂર્ણ થવાનું નથી. આ વાતની આશંકા ઘણા સમયથી જાણકારો પણ આપી રહ્યા છે.

તેમનું કહેવું છે કે, જો તેઓ સીઝફાયર માટે તૈયાર થઇ જાય છે તો રશિયા દ્વારા કબજે કરાયેલા ક્ષેત્રો પાછા નહીં મળી શકે. તેનાથી રશિયાને વધુ બળ મળશે અને આ વિવાદને રશિયા વધુ મોટો બનાવશે. તેથી મોસ્કોને તેના પર હુમલો કરવા માટે વધુ એક રાઉન્ડ મળી જશે.

ઝેલેન્સ્કીએ આ દરમિયાન કહ્યું કે, સીઝફાયર કરવાનું સૌથી મોટુ નુકસાન એ પણ હશે કે, તેનાથી રશિયાને આરામનો મોકો મળી જશે, જે યુક્રેન કદી ન કરશે. આ સમયે સીઝફાયર કરવાનુ ખૂબ મોટુ નુકસાન થશે. આ રિસ્ક આ સમયે ન લઇ શકાય.

તેમણે કહ્યું કે, ઇંટરવ્યુમાં અહીં સુધી કહેવાયું છે કે, સીઝફાયર કરવા પહેલા રશિયાએ અમારા છીનવેલા વિસ્તારો પાછા આપવા પડશે. ત્યાર બાદ વાતચીતમાં નક્કી કરવામાં આવશે કે, રશિયા અને યુક્રેન આગળ જતા કેવા રહશે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેમણે ભવિષ્ય માટે એર ડિફેન્સ સિસ્ટરની જરૂર છે, જે ફ્રંટ લાઇનથી સૈંકડો કિલોમીટર દૂરથી છોડવામાં આવેલા મિસાઇલથી અમારી રક્ષા કરી શકે. રશિયા અને યુક્રેન વચ્ચે શુક્રવારે અનાજ નિકાસ કરવા માટે ની સમજૂતી પર પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહેવાયું હતું કે, મોસ્કોને રાજકીય સહાયતાઓ બજારને હાલના સમય પર રાહત આપી શકશે. પણ ભવિષ્યમાં રાહત ન આપી શકશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp