26th January selfie contest

શું છે એન્ટી-રેડિએશન દવા, જેની 55 લાખ ટેબ્લેટ મોકલવામાં આવી રહી છે યુક્રેન

PC: romania-insider.com

રશિયા અને યુક્રેનમાં યુદ્ધ શરૂ થયાને 6 મહિના કરતા વધુ સમય થઈ ચુક્યો છે. પરંતુ, યુદ્ધ હજુ સુધી કોઈ પરિણામ પર નથી પહોંચ્યું. દરમિયાન કોઈ પણ પરમાણુ દુર્ઘટના સામે લડવા માટે હવે યુરોપિયન યૂનિયન દ્વારા એન્ટી-રેડિએશન દવા યુક્રેન મોકલવામાં આવી રહી છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે, યુક્રેનના સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હજુ પણ રશિયન સેનાનો કબ્જો છે. યુરોપના સૌથી મોટા ઝેપોરીઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર યુદ્ધ શરૂ થયાના અઠવાડિયા પછી જ રશિયન સેનાએ કબ્જો કરી લીધો હતો. રશિયન સેનાના કબ્જામાં હોવાના કારણે અહીં ક્યારેય પણ પરમાણુ દુર્ઘટના અથવા રેડિએશન લીક થવાનું જોખમ રહેલું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ઝેપોરીઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયન સેનાનો કબ્જો હોવો હજુ પણ રિસ્કી અને ખતરનાક છે. તેમણે માંગ કરી છે કે, ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ વહેલામાં વહેલી પ્લાન્ટની ચકાસણી કરવી જોઈએ. ઝેલેન્સ્કીએ આશંકા વ્યક્ત કરી છે કે, જો રશિયન સેનાની કોઈપણ પ્રકારની હરકતથી રિએક્ટર્સ ડિસકનેક્ટ થઈ જાય તો ફરીથી અહીં મોટી દુર્ઘટના થઈ શકે છે. આ જ કારણ છે કે, હવે યુક્રેનને એન્ટી રેડિએશન દવાના 55 લાખ ડોઝ મોકલવામાં આવી રહ્યા છે. યુરોપિયન યૂનિયને એક પ્રેસ રીલિઝ જાહેર કરી જણાવ્યું કે, પરમાણુ દુર્ઘટનાના ડરને જોતા યુક્રેનને 55 લાખ પોટેશિયમ આયોડાઈએડ ટેબ્લેટ મોકલવામાં આવી રહી છે. તેમાંથી 50 લાખ યૂરોપિયન યૂનિયન અને 5 લાખ ઓસ્ટ્રિયા મોકલી રહી છે. તેની કિંમત 5 લાખ યૂરો (આશરે 4 કરોડ રૂપિયા) છે.

કોઈ પરમાણુ દુર્ઘટના અથવા પરમાણુ હુમલો થાય, તો તેમાંથી રેડિએશન નીકળે છે. જો પરમાણુ હુમલો થાય તો પછી તેનાથી બચવુ લગભગ અશક્ય છે. પરંતુ, પરમાણુ દુર્ઘટના થાય અને રેડિએશન લીક થાય તો તેનાથી બચી શકાય છે. આ દવા તેના જ કામમાં આવશે. આ દવા પોટેશિયમ આયોડાઈડ છે, જે શરીરમાં રેડિયોએક્ટિવ આયોડીનને જતા અટકાવે છે. આ દવા લેવાથી થાયરોઈડ ગ્રંથિ બ્લોક થઈ જાય છે. જેનાથી રેડિયોએક્ટિવ આયોડીન અંદર નથી જઈ શકતું. થાયરોઈડ ગ્રંથિ ખૂબ જ સેન્સિટિવ હોય છે.

આયોડીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. તે આયોડીન થાઈરોઈડ ગ્રંથિમાં જમા થાય છે. જ્યારે રેડિએશન લીક થાય તો રેડિયોએક્ટિવ આયોડીન નીકળે છે. થાઈરોઈડ ગ્રંથિ ખૂબ જ સેન્સિટિવ હોય છે, આથી તે નોન-રેડિયોએક્ટિવ આયોડીન અને રેડિયોએક્ટિવ આયોડીનને ઓળખી નથી શકતી. રેડિએશન લીક થવા પર રેડિયોએક્ટિવ આયોડીન શ્વાસ દ્વારા અથવા તો ખાવા-પીવા દ્વારા શરીરની અંદર જઈ શકે છે. એવુ થવા પર શરીરની અંદર રેડિએશન ફેલાઈ જાય છે. પોટેશિયમ આયોડાઈડની આ દવા થાઈરોઈડ ગ્રંથિને બ્લોક કરી દે છે, જેનાથી રેડિયોએક્ટિવ આયોડીન જમા નથી થઈ શકતું અને રેડિએશનથી બચી શકાય છે.

WHOના જણાવ્યા અનુસાર, રેડિએશન લીક થતા પહેલા અથવા બાદમાં પોટેશિયમ આયોડાઈડની દવા લઈ શકાય છે. આ દવા થાઈરોઈડ ગ્રંથિમાં આયોડીન જમા કરી દે છે. એવામાં જો રેડિયોએક્ટિવ આયોડીન લીક પણ થાય તો થાઈરોઈડ ગ્રંથિમાં જમા નથી થઈ શકતું.

આ દવા કેટલી જરૂરી છે?

જ્યારે રેડિયોએક્ટિવ આયોડીન નીકળે છે, તો તે બે પ્રકારે શરીરના સંપર્કમાં આવી શકે છે. પહેલું બહારી અને બીજું આંતરિક. બહારી સંપર્કમાં આવવા પર આ રેડિયોએક્ટિવ આયોડીન ત્વચા પર જમા થાય છે, જેને સાબુ અથવા ગરમ પાણીથી કાઢી શકાય છે.

પરંતુ, આંતરિક સંપર્કમાં આવવા પર તે થાઈરોઈડ ગ્રંથિમાં જમા થાય છે, જેનાથી થાઈરોઈડ કેન્સરનું જોખમ વધી જાય છે. તેનાથી બાળકોને સૌથી વધુ જોખમ હોય છે.

WHO અનુસાર, 1986માં યુક્રેનના ચર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટમાં દુર્ઘટના થઈ હતી. તેનાથી દૂધ અને ભોજન દ્વારા રેડિયોએક્ટિવ આયોડીન બાળકોના શરીરમાં ચાલ્યુ ગયુ હતું. તેને કારણે 4થી 5 વર્ષના બાળકોમાં પણ થાઈરોઈડ કેન્સરના મામલા સામે આવ્યા હતા.

કેટલો મહત્ત્વનો છે ઝેપોરીઝિયા પાવર પ્લાન્ટ?

ઝેપોરીઝિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટને 1984થી 1995 વચ્ચે બનાવવામાં આવ્યો હતો. તે યૂરોપનો સૌથી મોટો અને દુનિયાનો 9મો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે.

આ પાવર પ્લાન્ટમાં 6 રિએક્ટર્સ છે. દરેક રિએક્ટરમાંથી 950 મેગાવોટ વીજળી પેદા થાય છે, જ્યારે સંયુક્તરીતે 5700 મેગાવોટ વીજળી બનાવવામાં આવે છે. તેનાથી યુક્રેનની 25 ટકા વીજળી પેદા થાય છે.

આ પાવર પ્લાન્ટ યુક્રેનની નાઈપર નદી પાસે વસેલા Enerhodar શહેરમાં સ્થિત છે. આ પ્લાન્ટ ડોનબાસ પ્રાંતથી 200 કિમી અને રાજધાની કીવથી 550 કિમી દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp