‘ઘરે જ કેવી રીતે તોડી શકાય હાથ-પગ?’,રશિયામાં ગૂગલ પર ટ્રેન્ડ થયા અજીબ પ્રશ્ન

PC: hubspot.com

રશિયામાં આ સમયે એક અલગ જ માહોલ બનેલો છે, જ્યારથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધમાં અંદાજે 3 લાખ રિઝર્વ સૈનિક બળ મોકલવાનો નિર્ણય કર્યો છે. અહીંના લોકોમાં અરાજકતા આવી ગઈ છે. કેટલાક લોકો રશિયાની સીમાથી નજીકના દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે, તો કેટલાક લોકો અજીબ પ્રશ્નો ગૂગલ પર સર્ચ કરવામાં લાગ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે, યુક્રેનમાં રશિયાનો કબજો ધરાવતા વિસ્તારોમાં શાંતિ બનાવી રાખવા માટે સૈનિક બળોની જરૂર છે, તો તેમજ રશિયાના લોકો આ જાહેરાત પછી રશિયાથી ભાગવાના ચક્કરમાં છે અને ગૂગલ પર ‘એક પગ કેવી રીતે તોડી શકાય?’ અને ‘ઘરમાં હાથ કેવી રીતે તોડી શકાય?’ જેવા પ્રશ્નો સર્ચ કરી રહ્યા છે, તેઓ આવું કરીને સેનામાં દાખલ થવાથી બચવા ઈચ્છે છે.

ગૂગલને પૂછી રહ્યા છે, ‘How to break an arm at home?’

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, રશિયામાં ગૂગલ પર અજીબ પ્રશ્નો ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકો ગૂગલને પૂછી રહ્યા છે કે, ‘how to leave Russia?’, ‘how to break one leg?’ અને ‘how to break an arm at home.’ આ પ્રશ્ન તેઓ આ માટે પૂછી રહ્યા છે. કેમ કે, તેઓ યુદ્ધમાં જવાથી બચવા ઈચ્છે છે. પોતાને નુકશાન પહોંચાડીને તે ભરતીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રશિયાનો એક પક્ષ યુક્રેન સાથે યુદ્ધના પક્ષમાં પહેલાથી જ ન હતો અને આ જાહેરાત પછી લોકો પ્રદર્શન પણ કરી રહ્યા છે. તેમજ, રશિયામાં દેશથી બહાર જતી ફ્લાઈટ્સ પણ લગભગ ફૂલ ચાલી રહી છે.

યુક્રેનના ચાર ભાગોને જોડવાની તૈયારી

રશિયા-યુક્રેનના 4 ભાગોને જોડવાની તૈયારીમાં છે. તે ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખુરાસાન અને ઝાપોરિઝ્ઝીયાને પોતાનો ભાગ બનાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. પુતિને આ જગ્યાઓ પર જનમત સંગ્રહનો આદેશ આપી દીધો છે. તેમના અનુસાર, લુહાન્સ્ક પીપુલ્સ રિપબ્લિકને પણ આંશિક રૂપથી આઝાદી મળી ગઈ છે. રશિયાના રક્ષા મંત્રી તરફથી આ સંબંધમાં 3 લાખ રિઝર્વ સૈનિકોને તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન પુતિને પશ્ચિમી દેશોને પણ રશિયાના રસ્તામાં ન આવવાની ચેતવણી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp