iPhoneએ રોકી દીધી બંદૂકની ગોળી, બચાવ્યો યુક્રેની સૈનિકનો જીવ, જુઓ વીડિયો

PC: reddit.com

iPhone દ્વારા લોકોના જીવ બચાવવાના અત્યાર સુધી ઘણા કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. યુક્રેનના એક સૈનિકને તેના iPhone 11 Pro દ્વારા ગોળીથી બચાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેડિટ પર શેર કરવામાં આવેલી આ ક્લિપમાં એક કથિત યુક્રેની સૈનિકને બેકપેકથી પોતાનો iPhone કાઢતા દેખાડવામાં આવ્યો છે. વીડિયો ક્ષતિગ્રસ્ત ફોન પર કેન્દ્રિત છે, જેની અંદર એક ગોળી લાગવાનું નિશાન પણ દેખાઈ રહ્યું છે.

વર્ષ 2019 મોડલના આ iPhoneએ બુલેટપ્રૂફ જેકેટનું કામ કર્યું, જેણે સૈનિકનો જીવ બચાવ્યો. વીડિયો શેર કર્યા બાદથી વીડિયોને 3000થી વધારે અપવોટ્સ અને ઘણી કમેન્ટ મળી ચૂકી છે. તો એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘દિવસમાં એક સફરજન ડૉક્ટરને દૂર રાખે છે.’ અન્ય એક યુઝરે કહ્યું કે, ‘iPhone આખરે કોઈક વસ્તુ માટે સારા છે! ખુશી છે કે તે કહાની બતાવવા માટે બચી ગયો.’ એક ત્રીજાએ સૂચન આપ્યું કે, સ્માર્ટફોનમાં ઉપયોગ કરવામાં આવેલા મટિરિયલ સાથે બુલેટપ્રૂફ વેસ્ટ કેમ ન બનાવીએ? એ ખૂબ હલકો હશે.

iPhone પર ગોળી મારી દીધી કે પછી iPhoneમાં ગોળી મારવામાં આવી. જોકે આખી ઘટના બાબતે આ પોસ્ટમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું નથી. આ વીડિયોઓ એવા સમયમાં આવ્યો છે, જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. શનિવારે રશિયાએ યુક્રેનના દક્ષિણી શહેર ઇકોપોલ પર ગોળીબારી કરી. યુક્રેનની ઇમરજન્સી સેવાઓએ કહ્યું કે, બે લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા અને અન્ય બે લોકો કાટમાળમાં દબાયેલા છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આજે 144 દિવસ થઈ ગયા. રશિયાએ રવિવારે મિસાઈલોથી યુક્રેનના રણનૈતિક મહત્ત્વવાળા એક દક્ષિણી શહેરમાં ઔદ્યોગિક કેન્દ્રો પર હુમલો કર્યો. સાથે જ દેશના મહત્ત્વપૂર્ણ હિસ્સામાં પોતાનું પ્રભુત્વ વધારવાના પ્રયાસ ચાલી રહ્યા છે. માઇકોલેવના મેયર ઓલેક્જેન્દ્ર સેન્કેવિચે કહ્યું કે, રશિયન મિસાઈલોએ શહેરમાં એક ઔદ્યોગિક અને અવસંરચના એકાઈ પર હુમલો કર્યો. હુમલામાં જાનહાનિના કોઈ સમાચાર નથી. માઇકોલેવમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત રશિયન મિસાઈલોથી હુમલા થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp