રશિયા સેનાની ભરતીથી બચવા માટે આ દેશમાં ભાગી રહ્યા છે લોકો, જુઓ સેટેલાઈટ ઈમેજ

PC: aajtak.in

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૈનિકોની મોબિલાઈઝેશનની જાહેરાત પછી ત્યાં હલચલ વધી ગઈ છે. પુતિનની જાહેરાત પછી લોકો રશિયા છોડવાના ચક્કરમાં છે. જેમને ફ્લાઈટ મળી રહી છે, તે તેનાથી જઈ રહ્યા છે, પણ અનેક લોકો એવા પણ છે, જે માર્ગથી રશિયા છોડવાની તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી અનુસાર, રશિયાના અનેક લોકો પાડોશી દેશ જ્યોર્જીયા ભાગી રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીએ સ્થાનિક મીડિયાના હવાલાથી જણાવ્યું છે કે, રવિવારે જ્યોર્જીયા જવા માટે સીમા પર 3,000 થી વધુ ગાડીઓ ઉભી હતી.

આ વર્ષે 24 ફેબ્રુઆરીએ યુક્રેનની સાથે યુદ્ધની જાહેરાત થયા બાદથી જ હજારો લોકો રશિયા છોડીને જ્યોર્જીયા પહોંચી ગયા છે. સરકારી આંકડાઓ અનુસાર, 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધી જ્યોર્જીયાની રાજધાની તબ્લીસીમાં 40 હજારથી વધુ રશિયન નાગરીકો આવી ચૂક્યા છે.

તબ્લીસી પહોંચેલો રશિયાનો નાગરીક દિમિત્રી કુરિલિયુનોકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જ્યારે તેણે મોબિલાઈઝેશન વિશે જાણ થઇ, ત્યારે જ તે પોતાનો સામાન ભરીને રશિયા છોડીને આવી ગયો. દિમિત્રી પોતાની પત્ની ઈરિના અને નાની દીકરીની સાથે તબ્લીસી આવી ગયો છે. તેણે કહ્યું કે, અમે યુદ્ધના વિરુદ્ધ છીએ, આમાં મારવું છે અથવા મરવું છે. એટલે જ અમે ત્યાંથી ભાગી આવ્યા.

કેવી પણ સ્થિતિ રશિયા છોડવાની તૈયારીમાં લોકો!

રાષ્ટ્રપતિ પુતિનના સૈનિકોની મોબિલાઈઝેશનની જાહેરાત પછી કેટલા રશિયન નાગરીકોએ દેશને છોડ્યું છે, આનો કોઈ સાચો આંકડો નથી, પણ રશિયાની સીમાઓથી સ્થળાંતરના ફોટો સામે આવી રહ્યા છે. જે રીતના દૃશ્યો રશિયા-જ્યોર્જીયા સીમા પર છે, તેમ જ કઝાકિસ્તાન, ફિનલેન્ડ અને મંગોલિયા સીમા પર જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, માસ્કો સાથે સરળ રીતે ઉડાન ભરતી ફ્લાઈટ્સની ટિકિટો પણ બુક થઇ ચૂકી છે અથવા મોંઘી કિંમતોમાં વેચાઈ રહી છે.

રશિયાની સેનામાં રિઝર્વ સૈનિક રહેલા ઇવાન સ્ટ્રેલ્ટસોવે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, તે દોઢ મહિના પહેલા તબ્લીસી આવ્યો હતો. કેમ કે, તેણે યુક્રેન સાથેના યુદ્ધનું સમર્થન ન હતું કર્યું. તેણે ભય હતો કે, જો તે ત્યાંથી નહીં ભાગશે, તો તેણે પણ યુદ્ધમાં શામેલ કરવામાં આવશે. જ્યારે યુક્રેન સાથેના યુદ્ધની શરૂઆત થઇ હતી, તો તેણે આના વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. તેણે દાવો કર્યો છે કે, ત્યાં લોકો પર નજર રાખવામાં આવી રહી હતી.

જો કે, તબ્લીસીમાં રશિયાનો વિરોધ વધારે વધી ગયો છે. તબ્લીસીમાં યુક્રેનના સમર્થનમાં દુકાનો, બિલ્ડીંગો, પાર્ક અને મ્યૂઝીયમ પર યુક્રેની ઝંડા લગાવેલા છે. કેટલાક પોસ્ટર-બેનર પણ લાગ્યા છે, જેમાં રશિયાના નાગરીકોએ પાછા ઘરે જવાની વાત લખી છે.

શું હતી પુતિનની જાહેરાત?

યુક્રેન સાથે 7 મહિનાથી યુદ્ધ ચાલુ છે, પણ અત્યાર સુધી કોઈ મોટી સફળતા મળી નથી, તેવી સ્થિતિમાં રશિયા આ યુદ્ધને હજુ વધારે સમય ચાલુ રાખવાની તૈયારીમાં છે. ગત અઠવાડિયામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 3 લાખ સૈનિકોના મોબિલાઈઝેશનની જાહેરાત કરી હતી, આ મોબિલાઈઝેશન સૈનિકોથી કરાવવામાં આવશે. રશિયાની પાસે 20 લાખથી વધુ રિઝર્વ સૈનિક છે. આ તે લોકો છે, જેમને ફરજિયાત સૈન્ય સેવા હેઠળ મિલીટરી ટ્રેનિંગ લીધી છે.

રશિયા અંદાજે 2.5 કરોડ લોકોને સૈન્ય સેવા માટે મોબિલાઈઝ કરી શકે છે. જો કે, પુતિને આ સ્પષ્ટ કર્યું છે કે, ફરજિયાત સૈન્ય સેવા હેઠળ મિલીટરી ટ્રેનિંગ લઇ ચૂકેલા લોકોને યુક્રેન મોકલવામાં આવશે નહીં, તો પણ ત્યાંના લોકો આ યુદ્ધમાં બળજબરીપૂર્વક મોકલવાના કારણે ગભરાઈ રહ્યા છે. આ જ કારણ છે કે, લોકો રશિયા છોડીને ભાગી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp