પુતિને યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિની માગવી પડી માફી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના એ નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે જેમાં જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરને યહૂદી મૂળના હોવાનું કહેવામાં આવ્યું હતું. લવરોવના આ નિવેદનનો ઈઝરાયલે જોરદાર વિરોધ કર્યો હતો અને રશિયન રાજદૂતને બોલાવીને માફી માંગવા કહ્યું હતું. રશિયાના વિદેશ મંત્રીના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
આ પછી, ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે ટ્વીટ કર્યું કે ગુરુવારે તેમણે રાષ્ટ્રપતિ પુતિનને મેરીપોલની સ્ટીલ ફેક્ટરીમાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે વિનંતી કરવા માટે ફોન કર્યો હતો. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ ફેક્ટરીમાં હાજર નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે માર્ગ આપવા માટે સંમત થયા હતા. આ દરમિયાન તેમણે વિદેશ મંત્રી લવરોવના નિવેદનને યોગ્ય ન માન્યું. પુતિને લવરોવના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો.
આ વાતચીત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ PM નફતાલી બેનેટને જર્મન હોલોકોસ્ટ અંગે તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવા બદલ આભાર પણ માન્યો. આ ચર્ચા વચ્ચે પુતિને ઈઝરાયલના સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નફતાલી બેનેટને પણ શુભેચ્છા પાઠવી હતી. આ વર્ષે ઈઝરાયલ તેનો 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. બેનેટે રાષ્ટ્રપતિ પુતિનની શુભકામનાઓ બદલ આભાર માન્યો હતો.
લવરોવે કથિત રીતે કહ્યું હતું કે હિટલરની પાસે યૂક્રેનમાં મોસ્કોના ઓપરેશનની વ્યાખ્યા કરવા માટે યહૂદી વારસો હતો. આ નિવેદન પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે રશિયા અને ઈઝરાયલ વચ્ચે સારા સંબંધો છે. આ સંબંધોના કારણે ઈઝરાયલના PM બેનેટે મોસ્કો જઈને યુક્રેન યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુતિન પણ આ મુશ્કેલ સમયમાં કારણ વગર કોઈની નારાજગી લેવા માંગતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp