યુક્રેનના 4 ભાગોને રશિયામાં જોડવાની તૈયારીમાં પુતિન, 3 લાખ સૈનિક તૈનાત કરવા આદેશ

PC: newlinesmag.com

રશિયા અને યુક્રેનના વચ્ચે ગત 7 મહિનાથી યુદ્ધ શરૂ છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં 3 લાખ રિઝર્વ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પુતિનનો આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે રશિયા યુક્રેનના ચાર ભાગોને જોડાવવાની તૈયારીમાં છે. આના માટે રશિયા શુક્રવારથી આ વિસ્તારોમાં જનમત સંગ્રહ શરૂ કરવા જઈ રહ્યો છે, આ વિસ્તારોમાં રહેતા લોકો 23-27 સપ્ટેમ્બરની વચ્ચે પોતાનો વોટ આપી શકશે. બીજી બાજુ, યુક્રેન અને તેના સાથીઓએ આ જનમત સંગ્રહને ગેર કાયદેસર ગણાવીને રશિયા પર નિશાનો સાધ્યો છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં આંશિક રીતે સૈના તૈયાર કરવાનો આદેશ આપી દીધો છે, આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘પશ્ચિમી દેશ રશિયાનો નાશ અને નબળો બનાવવાનો ષડયંત્ર બનાવી રહ્યા છે, આ દેશોએ હદ પાર કરી દીધી છે.’ આટલું જ નહીં, પશ્ચિમી દેશોને ચેતવણી આપતા કહ્યું કે, ‘જો રશિયાની ક્ષેત્રીય અખંડિતતાને ખતરો નિર્માણ થયો, તો તે રશિયાની પાસે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરશે.’ પુતિને કહ્યું કે, આ ચેતવણીને હળવાશથી લેવાની ભૂલ ન કરો.

આ ચાર ભાગોને ભેગા કરવાની તૈયારી                                      

રશિયા યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખુરાસાન અને ઝાપોરિજ્જિયાને પોતાનો ભાગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પુતિને આ વિસ્તારોમાં જનમત સંગ્રહ કરાવવાનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું કે, યુક્રેનના લુહાન્સ્ક પીપુલ્સ રિપબ્લિક (LPR)ને મુક્ત કરાવી લેવામાં આવ્યો છે ડોનેત્સ્ક પીપુલ્સ રિપબ્લિક ડીપીઆર (DPR)ને પણ આંશિક રૂપથી મુક્ત કરાવી લેવામાં આવ્યો છે. આ દરમિયાન રશિયાના રક્ષા મંત્રીએ જણાવ્યું કે, દેશમાં 3,00,000 રિઝર્વ સૈનિકોને તૈનાત કરવામાં આવશે.

પુતિને કહ્યું કે, ‘જે લોકો રશિયાને લઈને આવા નિવેદનો આપે છે, હું તેવા લોકોને યાદ અપાવવા ઈચ્છું છું કે, અમારા દેશમાં વિનાશના વિભિન્ન સાધનો છે, તે નાટો દેશો કરતા વધુ આધુનિક છે. જ્યારે અમારા ક્ષેત્રીય અખંડિતતાને ખતરો પહોંચશે, તો રક્ષા માટે રશિયા અને અમારા લોકો નિશ્ચિત રૂપથી આ સંસાધનોનો ઉપયોગ કરશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp