26th January selfie contest

અમેરિકાનો નવો પ્રતિબંધ, પુતિનની ગર્લફ્રેન્ડને બ્લેકલિસ્ટ કરી દીધી

PC: english.jagran.com

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી અમેરિકા સહિતના અનેક દેશોએ રશિયા પર આર્થિક અને અનેક પ્રતિબંધો લાદયા હતા, હવે જાણવા મળેલી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્હાલાદિમીર પુતીનની ગર્લફ્રેન્ડ પર પણ અમેરિકાએ પ્રતિબંધ મુક્યો છે અને તેને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે.

યુક્રેન પર હુમલાના પગલે અમેરિકાએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયા વિરુદ્ધ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના મારાટોવના કાબેવાને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. અમેરિકાએ એલિનાના વિઝા રદ્દ કરી દીધા છે.

39 વર્ષની ખુબસુરત એલિનાના પુતિન સાથે ગાઢ સંબંધો છે. તે રશિયન સંસદ ડુમાની ભૂતપૂર્વ સભ્ય અને રાષ્ટ્રીય મીડિયા જૂથની વર્તમાન પ્રમુખ છે. આ જૂથ ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મીડિયા સંસ્થાઓનું રશિયન  સમર્થક ગ્રુપ છે.

US ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મંગળવારે જારી કરેલા આદેશમાં કહ્યું કે યુરોપિયન યુનિયન અને બ્રિટને પણ કાબેવા પર નિયંત્રણો લાદ્યા છે. રશિયન ફેડરેશનના વરિષ્ઠ નેતા, વરિષ્ઠ કાર્યકારી અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય હોવાના આધારે કાબેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

યુક્રેન પર હુમલા બાદ અમેરિકાએ રશિયા, પુતિન, તેમની બે પુત્રીઓ અને અન્ય કેટલાય રશિયન નેતાઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ નેતાઓ પર પ્રવાસ પ્રતિબંધની સાથે તેમની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે.

કાબેવા પર પ્રતિબંધ પહેલાં, USએ પુતિનની બંને પુત્રીઓ, કેટરીના વ્લાદિમીરોવના તિખોનોવા અને મારિયા વ્લાદિમીરોવના વોરોન્ટોવા પર પ્રતિબંધો લાદ્યા હતા. US ટ્રેઝરી મિનિસ્ટ્રીએ અત્યાર સુધીમાં 893 રશિયન નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં રશિયાના ટોચના સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમના તમામ વિઝા જપ્ત કરવામાં આવ્યા છે.

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે યુક્રેન પર હુમલા બાદ ત્યાંના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે પુતિન અને તેમના સહયોગી વૈભવી જીવન જીવી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિન ફરી એકવાર પિતા બનવાની ચર્ચા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન અને એલીનાને પહેલાથી જ બે બાળકો છે અને હવે તે એક પુત્રીને ને જન્મ આપવા જઈ રહી છે.

એલિના કાબેવા મુસ્લિમ તતાર પિતા અને રશિયન માતા  ની પુત્રી છે. તેણીનો જન્મ 12 મે 1983 ના રોજ તાશ્કંદ,  કાબેવાના પિતા, મરાટ કાબેવ, એક પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી હતા, કાબેવાએ કોચ માર્ગારીતા સેમ્યુલોવના સાથે ત્રણ વર્ષની ઉંમરે લયબદ્ધ જિમ્નેસ્ટિક્સની શરૂઆત કરી. કિશોરાવસ્થામાં, તે મોસ્કોમાં રહેવા ગઈ. કાબેવાએ 998 માં, 15 વર્ષની ઉંમરે, કાબેવાએ પોર્ટુગલમાં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી. તેણે પોતાની કારકિર્દીમાં 2 ઓલિમ્પિક મેડલ, 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ અને 21 યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp