પુતિને યુદ્ધથી પાછળ હટનારા સૈનિકોને ગોળી મારવાનો આપ્યો આદેશઃ બ્રિટનનો દાવો

PC: ndtv.com

બ્રિટનના રક્ષા મંત્રાલયે ઇન્ટેલિજન્સ રિપોર્ટના સંદર્ભે શુક્રવારે જણાવ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધથી પાછળ હટનારા સૈનિકોને ગોળો મારી દેવાનો આદેશ આપ્યો છે. બ્રિટને દાવો કર્યો છે કે, રશિયા તેના માટે એક સ્પેશિયલ યુનિટ તૈયાર કરી રહ્યું છે. બ્રિટનની જાસૂસી એજન્સીએ આ પગલાનું કારણ રશિયન સેનાની અંદર યુદ્ધમાં ઉત્સાહ અને મનોબળનો અભાવ બતાવ્યું છે. બ્રિટનના રક્ષા મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, રશિયન જનરલે પોતાના કમાન્ડરોને કહ્યું છે કે યુદ્ધથી પાછળ હટનારા સૈનિકો વિરુદ્ધ હથિયારનો ઉપયોગ કરવામાં આવે.

રિપોર્ટ્સ મુજબ, ચેતવણી આપ્યા બાદ પણ જો સૈનિક માનવા તૈયાર નથી થતા તો તેમને ગોળી મારી દેવાનો આદેશ પણ સામેલ છે. અલગ-અલગ રિપોર્ટ અને ગુપ્ત અપડેટ મુજબ, સપ્ટેમ્બરમાં રશિયાને મળેલી મોટી હાર અને યુક્રેનનો ફરીથી પોતાના ક્ષેત્રમાં કબજો કરવાથી રશિયન સેનાના મનોબળમાં ઘટાડો આવ્યો છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સૈનિકોને પાછળ હટતા રોકવા માટે પોતે મોરચો સંભાળી રાખ્યો છે. સપ્ટેમ્બરમાં ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ, ખેરસાન શહેરમાં યુક્રેનની દખલઅંદાજી વધતા જોઈને રશિયન સેનાએ રાષ્ટ્રપતિને પાછળ હટવાનો અનુરોધ કર્યો હતો, જેનો પુતિને અસ્વીકાર કર્યો હતો.

રશિયાએ યુદ્ધથી પાછળ હટનારા સૈનિકો માટે સજા પણ વધારી દીધી છે. સપ્ટેમ્બરમાં એક બિલ પાસ કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા યુદ્ધથી પાછળ હટનારા સૈનિકોની સજા 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરી દેવામાં આવી છે. દંડને લાગૂ કરવાની મંજૂરી અપવાનારા ડિક્રી પર પુતિને હસ્તાક્ષર કરીને આ બિલ પર મ્હોર લગાવી હતી. બ્રિટનના રક્ષા મંત્રાલયે જૂનમાં પણ કહ્યું હતું કે, રશિયન સૈનિકોએ પુતિનનો આદેશ માનવાની ના પાડી દીધી છે, જેના કારણે રશિયન અધિકારીઓ અને તેમના સૈનિકો વચ્ચે ગતિરોધની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં સપ્ટેમ્બરમાં પહેલી વખત રશિયાને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. રશિયન સેના છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેનના ઘણા વિસ્તારોમાંથી પાછળ હટી ગઈ છે. જેમાં યુક્રેનના પૂર્વી દોનેત્સ્ક ક્ષેત્રના લાઇમેન શહેર પણ સામેલ છે. યુક્રેન દ્વારા પકડાઈ ગયેલા રશિયન સૈનિક રડતા પોતાની વ્યથા સંભળાવે છે. રશિયન સૈનિકોનું કહેવું છે કે, તેઓ જાણીજોઇને ઇજાગ્રસ્ત થવા માગે છે, જેથી તેઓ ઘરે જઇ શકે. રશિયામાં ઘણા યુવકોએ લડાઈમાં બોલાવવાના ડરથી દેશ છોડી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp