26th January selfie contest

વર્લ્ડ બેંકના મતે યુક્રેન યુદ્ધના કારણે આર્થિક મંદી આવી શકે, આ દેશ પ્રભાવિત થશે

PC: republicworld.com

વર્લ્ડ બેન્કે કહ્યું કે, કોરોના મહામારીના પ્રભાવોથી ઉભરી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર હવે રશિયા અને યુક્રેનના યુદ્ધની પણ અસર પડી રહી છે. હાલ ચાલી રહેલા યુદ્ધના કારણે કેટલાક દેશો પર આર્થિક સંકટની તલવાર લટકી રહી છે. સમાચાર એજન્સી IANSએ મીડિયા સાથેની વાતચીતના હવાલાથી કહ્યું કે, રશિયા યુક્રેન યુદ્ધના પ્રભાવોથી યુરોપ જ નહીં પણ એશિયાના દેશો પણ પ્રભાવિત થશે. વર્લ્ડ બેન્કે ચેતવણી આપી કે, યુરોપ અને પૂર્વ એશિયાના દેશો આર્થિક મંદીનો શિકાર બની શકે છે.

વર્લ્ડ બેન્કના અધ્યક્ષ ડેવિસ મેલ્પસે કહ્યું કે, ‘આખા વિશ્વમાં ઇંધણ અને ખાદ્ય સામગ્રીઓની કિંમતોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આર્થિક મંદીની સંભાવના ખૂબ જ વધી ગઇ છે.’ સ્ટેગફ્લેશન એ આર્થિક હાલતને કહે છે કે, જ્યારે આર્થિક વિકાસ દર સ્થિર રહે છે પણ મોઘવારી અને બેરોજગારી દરમાં ઝડપથી વધારો થાય છે. તેનો સામનો કરવો કોઇ પણ દેશ માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

ડેવિસ મેલ્પસ કહે છે કે, યુક્રેનમાં યુદ્ધ, ચીનમાં લોકડાઉન અને ફૂડ સપ્લાઇ ચેનમાં આવી રહેલી બાધાઓના કારણે સ્ટેગ્ફ્લેશનનું જોખમ પણ વધી રહ્યું છે. એવામાં કેટલાક દેશો માટે આર્થિક મંદીથી બચવું મુશ્કેલ થઇ જાય છે. વર્લ્ડ બેન્કના પ્રમુખનું કહેવું છે કે, વિશ્વના કેટલાક દેશોમાં નવું રોકાણ પણ ઓછું દેખાઇ રહ્યું છે કે, જેના કારણે વિકાસ દર પણ પ્રભાવિત થઇ રહ્યો છે. હાલના સમયમાં કેટલાક દેશોમાં મોઘવારી દર પણ કેટલાક દાયકાઓના સર્વોચ્ચ સ્તર પર છે.

વર્લ્ડ બેન્કના સુપ્રીમોએ કહ્યું કે, વૈશ્વિક ખાદ્ય આપુર્તીના પ્રભાવિત થવાની આશંકા છે. એવામાં મોઘવારી લાંબા સમય સુધી લોકોને પ્રભાવિત કરી શકે છે. વર્લ્ડ બેન્કના પ્રમુખે આગળ કહ્યું કે, જો વિશ્વ આર્થિક મંદીનો શિકાર બન્યું તો તેનાથી બચવુ ખૂબ જ મુશ્કેલ બનશે. તે ઘણા વર્ષો સુધી રહી શકે છે. તે ત્યાં સુધી રહી શકે છે કે જ્યાં સુધી સપ્લાઇ ચેનમાં બાધાઓ રહેશે.

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બેન્કે 2021થી 2024 વચ્ચે વૈશ્વિક આર્થિક વિકાસના દરને 2.7 ટકા પર રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ 1976 થી 1979 વચ્ચે આવેલી આર્થિક મંદીથી પણ ખરાબ રહેવાનું અનુમાન છે. જોકે, મોઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય બેન્કો પોતાની પોલીસીમાં નીતિગત ફેરફારો કરી જ રહી છે અને તેની પ્રતિકૂળ અસરો પણ દેખાવા લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp