તાનાશાહી અને લોકતંત્ર વચ્ચે ચાલી રહી છે જંગ, આવું થશે તો બદલાઈ જશે દુનિયાઃ બાઇડન

PC: indiatoday.in

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, દુનિયામાં તાનાશાહી અને લોકતંત્રની વચ્ચે જંગ ચાલી રહી છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું માનવુ છે કે, 21મી સદીમાં લોકતંત્રને જાળવીને રાખી ના શકાય. જો બાઇડને અલબામાના લૉકહીડ માર્ટિન પાઈક કાઉન્ટી ઓપરેશનમાં મંગળવારે કહ્યું કે, આપણે ઈતિહાસમાં બદલાવના વળાંક પર છીએ, આવુ દરેક છઠ્ઠી અથવા આઠમી પેઢીમાં થાય છે, જ્યાં બધુ જ ખૂબ જ ઝડપથી બદલાય છે, પરંતુ આપણે નિયંત્રણમાં રહેવાનું હોય છે.

જો બાઇડને કહ્યું કે, મિત્રો દુનિયામાં તાનાશાહી અને લોકતંત્ર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ચીનના નેતા શી જિનપિંગ, જેમની સાથે મારી વાત થઈ અને જેમની સાથે મેં દુનિયાના કોઈપણ અન્ય નેતાઓની સરખામણીમાં વધુ સમય વીતાવ્યો છે. તેમની સાથે વ્યક્તિગત રીતે અને ફોન પર આશરે 78 કલાક વીતાવ્યા છે અને તેમનું કહેવુ છે કે, 21મી સદીમાં લોકતંત્રને જાળવી ના શકાય.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, આ મજાક નથી. તેને એટલા માટે જાળવી ના શકાય, કારણ કે બધુ જ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. લોકતંત્ર સહમતિથી બને છે અને સહમતિ બનવી મુશ્કેલ છે પરંતુ, માત્ર એટલા માટે જ તાનાશાહી ના લાવી શકાય. આવુ નથી થવાનું. જો આવુ થશે તો આખી દુનિયા બદલાઈ જશે.

જો બાઇડને લોકોને કહ્યું કે, તેઓ એ વાતને સંભવ બનાવી રહ્યા છે કે, યુક્રેનના લોકો પોતાનું રક્ષણ જાતે કરી શકે અમેરિકાએ યુદ્ધમાં સામેલ થવાનું જોખમ લેવુ ના પડે. તેમણે લૉકહીડના કર્મચારીઓને જણાવ્યું કે, અમેરિકાએ યુક્રેનને 5500 કરતા વધુ જેવલિન ટેંક રોધી મિસાઈલો આપવાનો વાયદો કર્યો છે. લૉકહીડ કંપની આ જ મિસાઈલોનું નિર્માણ કરે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી સદનની અધ્યક્ષ નેન્સી પેલોસી પોલેન્ડમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, અમેરિકા જ્યાં સુધી રશિયાને હરાવી નહીં દેશે ત્યાં સુધી તે યુક્રેનની સાથે ઊભુ છે. ન્યૂયોર્કના ડેમાક્રેટ સાંસદ ગ્રેગરી મીક્સે કહ્યું કે, આ જ સમય છે જ્યારે આપણે લોકતંત્ર માટે ઊભા થઈએ છીએ અથવા આપણે તાનાશાહીને મંજૂરી આપીએ છીએ. પેલોસીએ કહ્યું કે, તેઓ આ તમામ મુદ્દાઓ પર ઝેલેન્સ્કીની વિશેષજ્ઞતાથી ચમત્કૃત હતી અને તેમણે પોતાની બેઠકમાં તેમને નેતૃત્વનું એક ઉલ્લેખનીય ઉદાહરણ ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp