26th January selfie contest

રશિયાને લઈને ભારતને આપી રહ્યું હતું શિખામણ, પણ અમેરિકા પોતે જ કરી રહ્યુ છે આ કામ

PC: economictimes.indiatimes.com

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તર પર ઉપજેલા તેલ સંકટ વચ્ચે અમેરિકાનો એક નિર્ણય સવાલોના ઘેરામાં છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવી દીધા હતા. તેમાં રશિયાના તેલનું બૉયકોટ પણ સામેલ હતું, પરંતુ હવે તેલ સંકટનો સામનો કરી રહેલા અમેરિકાએ એક માર્ગ શોધી કાઢ્યો છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકાએ વેનેઝુએલાના તેલની યૂરોપમાં વેચાણને લીલી ઝંડી આપી દીધી છે. તેના માટે તે વેનેઝુએલા પર લાગેલા તમામ પ્રતિબંધોને સમાપ્ત કરી શકે છે.

અમેરિકાના આ નિર્ણયથી તેના ડબલ માનદંડને લઈને સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ રશિયાના તેલના આયાતને લઈને ભારત અને ચીન પર દબાવ બનાવી રહ્યું છે. રશિયા પાસે તેલ ખરીદવા પર અમેરિકા અને પશ્ચિમી દેશોએ ભારત પર યુદ્ધની ફંડિંગના આરોપ લગાવ્યા હતા. આ આરોપો પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકારે કહ્યું હતું કે, યુરોપીય દેશ પણ રશિયા પાસે ગેસનું આયાત કરી રહ્યા છે પરંતુ સવાલ ભારતને જ કરવામાં આવી રહ્યો છે. જો ભારત રશિયાને ફંડિંગ કરી રહ્યું છે તો શું યુરોપીય દેશ એમ કરી રહ્યા નથી?

તો અમેરિકા દેશની અંદર તેલની સપ્લાઈને લઈને એ જ વેનેઝુએલાનું તેલ ખરીદી રહ્યું છે, જેના પર તેણે પોતે તમામ પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. વેનેઝુએલા પર અમેરિકાના પ્રતિબંધોના કારણે વેનેઝુએલાનું તેલ યૂરોપમાં વેચાઈ રહ્યું નહોતું. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ઈટાલી અને સ્પેનની તેલ કંપનીઓ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી શકે છે. ઈટાલી અને સ્પેનની તેલ કંપનીઓએની SPA અને રેપસોલ SA આગામી મહિના સુધી વેનેઝુએલાના તેલને યુરોપ ટ્રાન્સપોર્ટ કરી શકે છે.

અમેરિકાની બાઈડેન સરકારે ગયા મહિને જ તેને મંજૂરી આપી હતી. રિપોર્ટ્સ મુજબ વેનેઝુએલાનું તેલ યૂરોપમાં વેચાશે. તેને ક્યાંક દૂર નહીં વેચી શકાય. તેલ કંપનીઓ એની અને રેપસોલને મળનારા તેલની માત્રા ઓછી થઈ શકે છે. તેનો આખી દુનિયામાં તેલની કિંમતો પર પ્રભાવ ઓછો જ પડશે. રશિયાના તેલ પર નિર્ભરતા ઓછી કરવાના ઉદ્દેશ્યથી બાઈડેન સરકારે વેનેઝુએલાના તેલના ઉપયોગને મંજૂરી આપી હતી. અમેરિકાના 18 પ્રોગ્રેસીવ હાઉસ ડેમોક્રેટ્સે મે મહિનામાં બાઈડેનને પત્ર લખીને વેનેઝુએલા પર લગાવવામાં આવેલા બધા પ્રતિબંધોને હટાવવાનો આગ્રહ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, વેનેઝુએલા પર લાગેલા એ બધા પ્રતિબંધો હટાવવામાં આવે, જેથી દેશમાં માનવીય સ્થિતિ બગડે છે.અમેરિકાએ વેનેઝુએલા પર લાગેલા એ પ્રતિબંધો લગાવી રાખ્યા છે. તેમાં વેનેઝુએલના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના કથિત માનવાધિકારના ઉલ્લંઘનને લઈને પણ પ્રતિબંધ લાગ્યા છે, અમેરિકન સાંસદોએ વેનેઝુએલા પર લાગેલા પ્રતિબંધોને હટાવવા અને તેનું તેલ ખરીદવા માટે થઈ રહેલી વાતચીતની આ વર્ષની શરૂઆતમાં નિંદા કરી હતી.

વિદેશી સંબંધો પર અમેરિકાની સીનેટ સમિતિના અધ્યક્ષ સીનેટર બોંબ મેનેનડેજે કહ્યું કે, વેનેઝુએલાનું તેલ ખરીદવા માટે માદુરો સાથે ડીલથી માનવીય સંકટ બનવાનું જોખમ છે. તેણે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં એક આખી પેઢીને અસ્થિર કરી દીધી છે. ટેનેસીથી રિપબ્લિકન સાંસદ માર્ક ગ્રીને કહ્યું કે, ઈરાન કે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનો વિચાર જ ચોંકાવનારો છે. આપણે અમેરિકાના પ્રાકૃતિક સંસાધનોનો લાભ ઉઠાવવો જોઈતો હતો અને ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું જોઈતું હતું. આ સમય આખી દુનિયામાં તાનાશાહી અને નિરંકુશતાને સમાપ્ત કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp