26th January selfie contest

કેમ રશિયાએ 1 વ્યક્તિને મુક્ત કરાવવા 215 યુક્રેની કેદીઓને મુક્ત કર્યા?

PC: foreignpolicy.com

યુક્રેને રશિયાના એક કેદીને છોડવાની ગુરુવારે બપોરે જાહેરાત કરી અને તેના બદલામાં યુક્રેનના તે તમામ લડવૈયાઓને મુક્ત કરાવવામાં આવ્યા, જેમણે રશિયાના હુમલા દરમિયાન મારિયુપોલમાં એક સ્ટીલ પ્લાન્ટની રક્ષા કરી હતી. યુક્રેન કેટલાક મહિનાઓથી તે કેદીઓને મુક્ત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેમના બદલામાં તે જે કેદીને છોડશે, તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક સહયોગી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘તેમની સરકારે રશિયાના કબ્જામાંથી 215 યુક્રેની નાગરિકો અને વિદેશીઓને મુક્ત કરાવી લીધા છે.’ તેમણે કહ્યું કે, તેમનામાંથી કેટલાક એવા સૈનિક અને અધિકારી છે, જેમણે રશિયાનો કબ્જો ધરાવતા ક્ષેત્રમાં મોતની સજા મળી હતી. રશિયા અધિકારીઓએ હાલમાં કેદીઓની આ અદલા-બદલી પર કોઈ નિવેદન નથી આપ્યું.

કોણ છે મેદેવેદચૂક?

રશિયા સમર્થિત વિપક્ષી નેતા વિક્ટર મેદેવેદચૂકના બદલામાં કુલ 200 યુક્રેની કેદીઓને મુક્ત કરવામાં આવશે. મેદેવેદચૂક યુક્રેની નાગરિક છે. કુલીન વર્ગમાંથી આવનાર 68 વર્ષીય મેદેવેદચૂકને 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણના કેટલાક દિવસો પહેલા યુક્રેનમાં નજરકેદથી ફરાર થઇ ગયો હતો, પણ તેણે ફરી એપ્રિલમાં પકડી લેવામાં આવ્યો. તેણે રાજદ્રોહ તેમજ પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થિત ડોનેત્સ્ક ક્ષેત્રમાં કોલસો ખરીદી કરવામાં એક આતંકવાદી સંગઠનની મદદ કરવાના આરોપમાં ઉંમરકેદની સજા સંભાળવવામાં આવી હતી.

મેદેવેદચૂકની સૌથી નાની દીકરી પુતિનના નજીકના લોકોમાંથી એક કહેવામાં આવે છે. મેદેવેદચૂકની ધરપકડ કર્યા બાદ મોસ્કોના અધિકારીઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી. મેદેવેદચૂક યુક્રેનના રશિયા સમર્થિત ‘ઓપોઝીશન પ્લેટફોર્મ-ફોર લાઈફ’ પાર્ટીની રાજનૈતિક પરિષદના પ્રમુખ છે, આ યુક્રેનની સંસદમાં સૌથી મોટો વિપક્ષી સમૂહ છે. સરકારે પાર્ટીની ગતિવિધિ સસ્પેન્ડ કરી દીધી છે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે, કેદીઓની એક અન્ય અદલા-બદલીમાં યુક્રેનના 55 રશિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં અન્ય પાંચ નાગરીકોને મુક્ત કરાવ્યા છે.

UN એ કર્યું કેદીઓના અદલા-બદલીનું સ્વાગત

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તાનિયો ગુતારેસે કેદીઓની અદલા-બદલીનું સ્વાગત કરતા કહ્યું કે, આ ‘કોઈ નાની ઉપલબ્ધિ નથી. યુક્રેનમાં યુદ્ધથી થયેલી પીડાને ઓછી કરવા માટે હજુ ઘણું બધું કરવાનું બાકી છે.’

ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયાના કબ્જામાંથી મુક્ત કરવામાં આવેલા સૈનિક યુક્રેનના અઝીવ રેઝીમેન્ટના છે અને તેઓ નાયક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp