રાજકોટમાં રસીની 1 બોટલમાંથી 10ને બદલે 11 ડોઝ આપતા 5% રસીકરણ વધુ થયુ,જાણો કઈ રીતે

PC: business-standard.com

કોરોનાનું સંક્રમણ કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં વેક્સિનેશન પણ ઝડપી કરવામાં આવ્યું છે. તો સરકાર દ્વારા 18 વર્ષથી 44 વર્ષના લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વેક્સીનનો સ્ટોક મર્યાદિત હોવાના કારણે 10 શહેરોમાં 18 વર્ષથી 44 વર્ષના લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઓછામાં વેક્સીનનો બગાડ ન થાય તેવી પણ સુચના અપાય છે. ત્યારે આજે એ શહેરની વાત કરવી છે જેને વેક્સીનનો બગાડ નથી કર્યો પરંતુ વેક્સીનના જેટલા ડોઝ અપાય છે તેના કરતાં પણ વધારે ડોઝ આપીને ખુબ જ સરસ કામગીરી કરી છે. આ કામગીરી રાજકોટ શહેરના આરોગ્ય કર્મચારીઓ કરી છે.

કોરોના વેક્સીનની એક ખાસીયત છે એક વખત વેક્સીનની શીશીની અંદર ઇન્જેક્શનની સોય જાય એટલે તેને ચાર કલાકમાં વાપરી લેવાની હોય છે અને જો આ વેક્સીન ન વપરાય તો તેને ફેંકી દેવાની હોય છે અને આ જ કારણે અલગ-અલગ શહેરોમાં કોરોના વેક્સીનનો બગાડ થઇ રહ્યો છે પરંતુ રાજકોટ શહેરના આરોગ્યકર્મીઓએ વેક્સીનનો બગાડ કર્યો નથી પરંતુ આરોગ્યકર્મીઓએ વેક્સીનના 10 ડોઝ આપવાના બદલે એક બોટલમાંથી 11 ડોઝ કઈ રીતે મળે તે રીતે કામગીરી કરીને વધારે વેક્સિનેશન કર્યું છે.

આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર એલ. ટી. વણજારાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પહેલી 1 મેથી વેક્સિનેશન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 3,772 રસીની બોટલો વપરાય છે. એક બોટલમાંથી 10 ડોઝ હોય છે એટલે 37,720 લોકોને પહેલો ડોઝ તેમાંથી આપી શકાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ 39,947 વ્યક્તિઓને વ્યક્તિને આપી છે એટલે અમે નિયત જથ્થા કરતાં 5 ટકા વધારે લોકોને વેક્સીનનો ડોઝ આપ્યો છે.

ડોક્ટરે એવું પણ જણાવ્યું હતું કે, એક બોટલમાંથી 10 ડોઝ આપવામાં આવે તેવું લખવામાં આવ્યું છે પરંતુ એક્સપર્ટ કહે છે કે જો રસીનો ઉપયોગ બરાબર કરવામાં આવે તો એક બોટલમાંથી 11 ડોઝ પણ ભરાય છે અને અમુક આરોગ્યકર્મીઓએ તો એક બોટલમાંથી 12 ડોઝ પણ કાઢ્યા છે અને આવા અનુભવી કર્મચારીઓના કારણે અમે કોરોનાની વેક્સીનની બચત કરી શક્યા છીએ. અમે જ્યારે પહેલી શીશી ખોલી ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે, એક શીશીમાંથી 11 ડોઝ નીકળશે અને ત્યારથી જ અમે વેક્સીન બચાવવાનું કામ શરૂ કર્યું. રાજકોટમાં કોરોના વેક્સીનનો બગાડ થયો નથી. 45 ઉંમર કરતાં વધુ વર્ષના લોકોને વેક્સી ન આપવામાં 35639 બોટલો વપરાય છે અને તેનો અમે 100 ટકા વેક્સીનનો ઉપયોગ કર્યા છે. આ બોટલોમાંથી 3,56,390 ડોઝ નીકળે છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્યકર્મીઓએ બોટલોમાંથી 3,59,524 ડોઝનું વેક્સીનેશન કર્યું છે. એટલે કે નિયત કરતા 3134 ડોઝ વધારે લોકોને આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp