26th January selfie contest

કુલ 22 લોકોના કુટુંબમાં 15 સભ્યો સંક્રમીત, હૂંફ-હકારાત્મતાથી કોરોનાને હરાવ્યો

PC: divyabhaska.co.in

કોરોના વાયરસની પહેલી લહેર કરતા બીજી લહેર વધારે જોખમી અને ઘાતક સાબિત થઈ છે. પરિવારમાં એક વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ આવે એટલે ટૂંકાગાળામાં આખો પરિવાર સંક્રમીત થઈ જાય છે. પણ રાજકોટમાં એક આખા પરિવારે કોરોનાને કચડ્યો છે. રાજકોટના પ્રવિણ વૈદ્યના પરિવારના 22 લોકોમાંથી 15 સભ્યો એકસાથે સંક્રમીત થયા હતા. દર બીજા-ત્રીજા દિવસ એક વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ આવતો હતો.

22 લોકોના પરિવારમાંથી એક એક કરતા કુલ 15 લોકો સંક્રમીત થયા હતા. 1 વર્ષના બાળકથી લઈને 68 વર્ષના દાદા સુધી સૌ કોઈ સંક્રમીત થયા હતા. આ 15માંથી 4 વ્યક્તિઓ તો ડાયાબિટીઝ, અસ્થમા અને કેન્સરના દર્દી હતા. સ્થિતિ એક સમયે એવી ઊભી થઈ કે, 3BHKનું કોવિડ સેન્ટર ભાડે લેવું પડ્યું. પણ પર્વત જેવું અડગ મનોબળ અને એકબીજાની હૂંફ-હકારાત્મકતાથી તમામે કોરોનાને કચડી નાંખ્યો છે. રાજકોટની માર્કેટમાં જેમ્સ એન્ડ જ્વેલ ક્ષેત્રે મોટું નામ ધરાવતા પ્રવિણભાઈના પરિવારમાંથી 15 લોકો કોરોનાના શિકાર થયા હતા. પણ પરિવારનોએ હિંમત હાર્યા વગર પોઝિટિવ વિચાર કરી ઘરમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું.

એકબીજાને ટેકો આપીને કોરોનાને મ્હાત આપી. એક ચોક્કસ ગાળા બાદ પરિવારમાં ફરીથી ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારનું મનોબળ તૂટ્યું નહી અને કોરોના તૂટી ગયો. ઘરના સભ્ય અમૃતાબેને કહ્યું હતું કે, શારીરિક, માનસિક તથા આર્થિક રીતે તોડી નાંખે એવી આ મહામારી છે. પણ કપરી સ્થિતિમાં તમારે ડરવાની જરૂર નથી. શરૂઆતમાં અમે પણ ડરી ગયા હતા. પછી મનથી પોઝિટિવ રહેવાનું શરૂ કર્યું. ચોક્કસ ગાઈડલાઈન્સ, ડૉક્ટરની સલાહ અનુસાર કર્યું. આ બીમારીમાં તમે માનસિક રીતે મજબુત રહેશો તો કંઈ જ નહીં થાય.

આ મહામારીમાં તમારૂ ડાયેટ ખૂબ જ જરૂરી છે. પ્રોટીન અને ફાયબરયુક્ત ખોરાક ખાવો જોઈએ. કારણ કે આ બંન્ને પોષકતત્ત્વોથી શરીરમાં ઈન્ટરનલ સેલમાં વધારો થાય છે. કોરોનાને હરાવવામાં સરળતા રહે છે. લોકોને એટલી જ અપીલ કરૂ છું કે, ગભરાવવાની જરૂર નથી. ચિંતા કરવાથી સ્થિતિ ગંભીર બને છે. હું પોતે આ રોગમાંથી પસાર થઈ છું. ડૉક્ટર સજેસ્ટ કરે એ મેડિસીન લો અને તમારા ડાયેટ પર ધ્યાન આપો. પ્રવિણભાઈએ કહ્યું કે, અમે શરૂઆતના તબક્કાથી આની નોંધ લીધી હતી. કોઈ પણ વસ્તુઓમાં મોડું કર્યા વગર નિયમોનું પાલન કરતા ગયા. હોમ ક્વોરેન્ટાઈન થયા. અમારા પરિવારમાં 1 વર્ષનું બાળક પણ હતું. એ પણ કોવિડ પોઝિટિવ. એની માતા પણ સંક્રમીત હતી એટલે એનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. પણ મનથી પોઝિટિવ રહ્યા એટલે રીપોર્ટ નેગેટિવ થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp