પાક નિષ્ફળ જતા જૂનાગઢના ખેડૂતે આપઘાત કર્યો

PC: zeenews.com

આ વર્ષે ચોમાસામાં વરસાદ ખૂબ સારો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રાજ્ય પાસે બે વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો છે. ચોમાસાની ઋતુમાં કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેના કારણે લોકોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવે છે. તો બીજી તરફ કેટલીક જગ્યા ઉપર ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા તેથી ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને આર્થિક સહાય મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ચોમાસા બાદ પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલો પાક પલળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે કમોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવું કે, નહીં તે બાબતે હજુ સુધી સરકાર વિચારણા કરી રહી છે.

એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે, વરસાદના કારણે પાક નિષ્ફળ થતાં ખેડૂતોએ પોતાના ખેતરમાં રહેલો પાકને સળગાવી દીધો હોય. ત્યારે પાક નિષ્ફળ થવાના કારણે જૂનાગઢના એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢનાં વંથલી તાલુકામાં આવેલા ટિકર ગામમાં પરસોતમ પટેલ તેમના પરિવારની સાથે રહેતા હતા. પરસોતમ પટેલના ખેતરમાં રહેલો પાક નિષ્ફળ થયો હોવાના કારણે તેમને પોતાના ખેતરમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પરસોતમ પટેલે આપઘાત કર્યો હોવાની જાણ પરિવારના સભ્યોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. તેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ બાદ ખેડૂત પરસોતમ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પાક નિષ્ફળ થવાના કારણે નાનકડા ગામમાં ખેડૂતે આપઘાત કરતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પાક નિષ્ફળ જવાથી ખેડૂતોએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢેઢુકી ગામમાં પરિવારની સાથે રહેતા ચંદુ ખમણી નામના ખેડૂતે પોતાના 10 વીઘાના ખેતરમાં તલનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે તલનો પાક નિષ્ફળ ગયો હતો. જેના કારણે ચંદુ ખમાણીએ આર્થિક સંકડામણમાં આવીને પોતાના ખેતરમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, 25 વર્ષના ખેડૂત ચંદુ ખમાણીના આપઘાત પહેલા ઢેઢુકી ગામમાં 35 વર્ષના ખેડૂત પ્રતાપ વેગડે પણ આર્થિક સંકડામણમાં આવીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp