રાજકોટમાં Zomatoની બેગમાં અંગ્રેજી દારૂની હોમ ડિલેવરી, એકની ધરપકડ

PC: news18.com

દારૂની હેરાફેરી માટે બુટલેર અનેક વખત જુદી જુદી કીમિયાઓ અમલમાં મૂકતા હોય છે. રાજકોટમાં Zomatoની બેગમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. રાજકોટ પોલીસે આ રીતે દારૂની હોમ ડિલેવરી કરવા જતા એક શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે. જે Zomatoની બેગમાં દારૂ ભરીને જઈ રહ્યો હતો. મોટા શહેરનોની સાથો સાથ ફૂડ ડિલેવરી કરી કંપની Zomatoએ નાના શહેરોમાં પણ પોતાનો વ્યાપાર વિસ્તાર કર્યો છે.

ખાસ કરીને દારૂની હેરાફેરી કરતા બુટલેગર આ વસ્તુનો ફાયદો ઉઠાવી રહ્યા છે. કંપનીના થેલા અને બેગમાં દારૂની બોટલ મૂકી દેવામાં આવે છે. આ પહેલા અમદાવાદમાંથી એક એવો કેસ થયો હતો. જેમાં આ જ રીત ફૂડ ડિલિવર કરવા જતા વ્યક્તિના થેલામાંથી દારૂ ઝડપાયો હતો. રાજકોટ પોલીસે આ વ્યક્તિની બેગમાંથી છ અંગ્રેજી શરાબની બોટલ જપ્ત કરી છે. રાજકોટના ગોપાલ ચોક વિસ્તાર નજીક એક ચોક્કસ બાતમીને આધારે વૉચ ગોઠવવામાં આવી હતી. આ વ્યક્તિ જ્યારે અહીંથી પસાર થયો ત્યારે પોલીસે તેણે ઝડપી લીધો હતો. આ વ્યક્તિનું નામ મિલન ગરેજા હોવાનું સામે આવ્યું છે.

મિલન ગરેજા સાત વર્ષે પહેલા દારૂની હેરાફેરીમાં પોરબંદર પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. હવે તે રાજકોટમાં ઝડપાયો છે. પોલીસ આ બોટલ કોને ત્યાં ડિલેવરી કરવાની હતી અને શું પ્લાન હતો એ અંગે પૂછપરછ કરી રહી છે. જ્યારે બાકીની ચીજ વસ્તુઓ પણ તેમની પાસેથી જપ્ત કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp