મોરબી દૂર્ઘટના બાદ ગુજરાતના તમામ બ્રિજ ફીટ છે કે કેમ એ તપાસવા હાઈકોર્ટનો આદેશ

PC: khabarchhe.com

મોરબીની દૂર્ધટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે ત્યારે મોરબી દૂર્ધટનાને લઈને અત્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી પણ ચાલી રહી છે ત્યારે આ મામલે કોર્ટે એક મહત્વનો આદેશ પણ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

રાજ્યના તમામ બ્રિજ જાહેર ઉપયોગ માટે ફીટ છે કે કેમ તેની ચકાસણી કરવા આદેશ કરાયો છે. જ્યાં જરુર હોય ત્યાં તમામ કામગિરી પૂર્ણ કરવામાં આવે તેમ કોર્ટે આદેશ કર્યો છે. આ ઉપરાંત બ્રિજ ફિટ છે કે કેમ તેના સર્ટિફિટેક રજૂ કરવા માટે આદેશ કર્યો છે. 10 દિવસમાં આ રીપોર્ટ સબમિટ કરવામાં આવે તે કોર્ટે કહ્યું છે.

મોરબી દૂર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિકોનું નામ ના હોવા મામલે પણ કોર્ટ તરફથી આજે ચાલી રહેલી સુનાવણીમાં સવાલ કરાયો હતો. ઓરેવા ગ્રુપ સામે શું પગલા લેવાયા તેમ કહેવામાં આવ્યું હતું. જેથી સરકાર તરફથી જવાબ પણ આ મામલે રજૂ કરાયો હતો.

મોરબી દૂર્ઘટનામાં 136 લોકોના મૃત્યુ થયા હતા અને તે સમયે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે ઘાયલોને કોઈ ક્ષતી રહી ગઈ હોય તો મોટી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તેમ પણ કોર્ટે કહ્યું છે. કોર્ટે વળતર મામલે નારાજગી વ્યક્ત કરી છે. 7 બાળકો કે જેમના માતા-પિતા ગુમાવ્યા છે તેમને 37 લાખનું વળતર આપવાને લઈને પણ કોર્ટ તરફથી દિશા નિર્દેશ કરાયો છે. અન્ય બાળકોને પ્રતિ મહિને 3 હજાર વળતર પણ મળે તેમ વ્યવસ્થા કરવા કોર્ટે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp