ગોંડલના શિવરાજગઢમાં મૃતક ટીટોડીઓના મોકલાયેલા તમામ સેમ્પલ નેગેટિવ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજયો તથા રાજયના અમુક જિલ્લાઓમાં પક્ષીઓમાં બર્ડફ્લૂના લક્ષણો જોવા મળી રહ્યા છે, તેને કારણે પક્ષીઓના સમૂહ મૃત્યુ થતાં રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર પણ સતર્ક બનીને સર્વેલન્સના પગલા લઇ રહયુ છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે કુલ 15 ટીટોડીઓના મૃત્યુ નિપજતા તેના શંકાસ્પદ બર્ડફ્લૂ સહિતના આનુસંગિક નિદાન માટે તા.11/1/21ના રોજ રોગ સંશોધન લેબ, રાજકોટ દ્વારા ટીટોડીઓના મૃતદેહ ભોપાલ ખાતે હાઇ સિકયુરિટી એનિમલ ડીસીઝ લેબમાં ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ લેબનો રિપોર્ટ તા.15/1/21ના આવ્યો હતો. જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. આમ હાલમાં રાજકોટ જિલ્લામાં આજ સુધી એક પણ બર્ડફ્લૂનો કેસ નોંઘાયેલ નથી.

રાજકોટ જિલ્લામાં 30 પોલટ્રીફાર્મ પર વિભાગની ટીમ તેમજ રાજકોટ, પડધરી, લોધીકા, ગોંડલ,જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, કોટડા તેમજ જસદણના કુલ 16 પક્ષી સમૃધ્ધ તળાવ કાંઠે આવતા પક્ષીઓ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. હાલ એકપણ સ્થળે બિનકુદરતી સમૂહમાં પક્ષીઓના મરણનો કેસ સામે આવ્યો નથી. તેમજ તંત્ર આ બાબતે સંપૂર્ણ સતર્ક હોવાનું રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉ.કે.એ.ખાનપરાની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp