અમરેલીના આ ગામના સરપંચે ટેન્કર પાછળ પોતાની કાર બાંધી ગામમાં દવાનો છંટકાવ કર્યો

PC: dainikbhaskar.com

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસની સામે લડવા માટે કેન્દ્ર સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર કામ વગર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે. સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસના બે દર્દીઓને સારવાર આપ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસ વધારે ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. ત્યારે અમરેલીના એક ગામના સરપંચે ગામમાં દવાનો છંટકાવ કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમરેલીના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામમાં કોરોના વાયરસને ખતમ કરવા માટે ગામના સરપંચ મહિપત વરુએ પોતાના ક્રેટા કારને એક ટેન્કરની પાછળ બાંધીને તેમની કારમાં ફુવારા ગોઠવી આખા ગામમાં દવાનો છંટકાવ કર્યો હતો. તેમનો પહેલા દિવસે આ પ્રયોગ સફળ નીવડતા તેમને મહિપત વરુ પોતાની કારમાં ગામમાં આ પ્રકારે રોજ દવા છાંટવાની કામગીરી શરૂ કરી હતી. જેથી કરીને કોરોના વાયરસના કારણે ગામના લોકોને કોઈ તકલીફ ન થાય

ગામના લોકો પણ સરપંચની કામગીરીને ખૂબ બિરદાવી રહ્યા છે અને સરપંચના કામમાં મદદ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે પરંતુ યુદ્ધના ધોરણે કામગીરી કરવાની હોવાથી જો કાગવદર ગામના સરપંચની જેમ અન્ય લોકોનો પણ તંત્રને સહકાર મળે તો તંત્ર ખૂબ ઝડપથી કોરોના વાયરસનો નિકાલ કરી શકશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp