ખેડાના ઠાસરા નજીક ST બસ અને ક્રેન વચ્ચે અકસ્માત થયો, 1નું મોત, 17 ગંભીર

PC: youtube.com

રાજ્યમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે ખેડામાં વધુ એક બસ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ અને ક્રેન વચ્ચે અકસ્માત થતા બસમાં સવાર 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર નડીયાદના ઠાસરાના સેવાલીયા રોડ પર 17 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે એક કેશોદ જતી ST બસને અકસ્માત નડ્યો હતો. જે સમયે આ બસનો અકસ્માત થયો હતો ત્યારે બસમાં 40 મુસાફરો સવાર હતા. ST બસના ચાલકે આગળ જતા ટ્રકનો ઓવરટેક કરવા માટે બસને રોગ સાઈડમાં લીધી હતી, તે સમયે અચાનક બસનું ટાયર ફાટ્યું અને બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, ત્યારબાદ બસ સામે આવી રહેલી ક્રેન સાથે અથડાઈ હતી. ક્રેનનો 22 ફૂટ જેટલો ભાગ બસની અંદર ઘૂસી ગયો હતો. અકસ્માતના પગલે રાહદારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી.

લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી તમામ ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઠાસરા અને નડીયાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં 40 લોકોને ઈજાઓ થવા પામી હતી. જેમાંથી એક વ્યક્તિનું મોત થયુ છે અને 17 વ્યક્તિઓને હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માતની ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને દર્દીઓની સારવાર કરવા માટેની તમામ વ્યસ્થા તાત્કાલિક કરવા માટેના સૂચનો આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp