રાજકોટમાં દેશની રક્ષા કરનાર આર્મી જવાનને જ ટ્રાફિક પોલીસે માર્યો તમાચો

PC: youtube.com

રાજકોટની ટ્રાફિક પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા આર્મી જવાનની સાથે ગેરવર્તન કર્યુ હોવાનું સામે આવ્યું છે. આર્મી જવાન દ્વારા ટ્રાફિક પોલીસ સામે લાફો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આર્મી જવાને આક્ષેપ કર્યો છે કે, ઢેબર ચોકમાં અલકા ટીલાવત અને એ ડીવીઝન ટ્રાફિક PI દ્વારા તેમને લાફા મારવામાં આવ્યા હતા. આ ઘટના 21 નવેમ્બરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઇને જવાન દ્વારા કોર્ટમાં ટ્રાફિક પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

ભોગ બનનાર આર્મી જવાબ દ્વારા મીડિયાને કહેવામાં આવ્યું હતું કે, આ ઘટના રાજકોટના ઢેબર રોડ પર બનવા પામી હતી. 21 નવેમ્બરના રોજ ટ્રાફિક બ્રિગેડના જવાને મને રોક્યો હતો અને મારી પાસેથી તમામ કાગળોની માગણી કરવામાં આવી હતી. મારી પાસે તમામ કાગળ હતા. મારી પાસે આઈકાર્ડ પણ હતું. તે સમયે જે મેડમ દંડ લઇ રહ્યા હતા તે રકમ તેમના ખિસ્સામાં નાંખી રહ્યા હતા. એટલે મને લાગ્યું કે આ બેન લાંચ લે છે એટલા માટે એક નાગરિક અને આર્મીમેનની ફરજના ભાગરૂપે મેં પૂછ્યું કે, બેન તમે આ પૈસા ક્યાં મુકો છો. તે સમયે બેને મારી સાથે અભદ્ર વ્યહાર કર્યો. આ ઘટના CCTV કેમેરામાં દેખાય છે. આ બેન દ્વારા હું કોઈ દુશ્મન હોય તેમ મને તમાચો મારીને મારું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેં બેનને મારી ઓળખ આપી કે, હું આર્મી મેન તરીકે ફરજ બજાવી રહ્યો છું છતાં પણ તેમણે મારી સાથે આવું વર્તન કર્યું છે. મને તે માર મારી રહ્યા હતા એટલે મેં મારો બચાવ કર્યો હતો.

મહત્ત્વની વાત છે કે, બે દિવસ પહેલા આવી જ એક ઘટના સામે આવી હતી. ચાર મહિલાઓ કારમાં અમદાવાદથી રાજકોટ પહોંચી હતી. રવિવારના રોજ ચાર મહિલા ગ્રીનલેન્ડ ચોકડી પાસે કારમાં બેસીને પસાર થઇ રહી હતી. તે સમયે પોલીસે ચેકિંગ દરમિયાન મહિલાની કારને રોકી અને મહિલાએ પોલીસની પાસે આઈકાર્ડ માગ્યું. તે સમયે પોલીસ ગુસ્સે થયા અને ત્યારબાદ પોલીસે કારને ટો કરી હતી. મહિલા કારમાં સવાર હોવા છતા પણ તેમની કાર ટો કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp