રાજકોટમાં ASI-કોન્સ્ટેબલના મોત બાદ પોલીસ કમિશ્નરે લીધો આ નિર્ણય

PC: sandesh.com

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિરાજસિહ જાડેજાએ ગઈ કાલે મહિલા ASIની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહ મહિલા ASI ખુશ્બુના ફ્લેટમાંથી મળી આવ્યા હતા. પોલીસને જ્યારે મૃતક ASI ખુશ્બુની સર્વિસ રિવોલ્વર મળી હતી. તેમાંથી બે રાઉન્ડ ફાયરીંગ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે JCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

એક રીપોર્ટ અનુસાર મહિલા ASI ખુશ્બુ કાનાબાર કાલાવાડ રોડ પર આવેલી કોસ્મો ચોકડી પાસે પંડિત દિનદયાલનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરના ચોથા માળે એકલી રહેતી હતી. ત્યારે કોન્સ્ટેબલ રવિરાજસિંહ પણ અવાર નવાર ત્યાં આવજાવ કરતા હતા. ASIની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કર્યો હોવાના કારણે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નવા નિયમ અંતર્ગત રાજકોટના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને જમાદાર પોતની સર્વિસ રિવોલ્વર ઘરે નહીં લઈ જઈ શકે. ફરજ પૂર્ણ થયા પછી ASI અને જમાદારે પોલીસ સ્ટેશનમાં પોતાનું હથિયાર જમા કરાવવું પડશે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તેની અમલવારી તાત્કાલિક કરવા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ એવા કિસ્સાઓ બની ચૂંક્યા છે કે, જેમાં પોલીસકર્મીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારીને આપઘાત કર્યો હોય. ત્યારે આ પ્રકારના કિસ્સાઓ બનતા અટકાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp